![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Dunki Worldwide Collection: 'ફાઈટર'ના રિલીઝ પહેલા ડંકીએ મચાવી ધમાલ, ઋતિકની આ ફિલ્મને શાહરુખ ખાને કમાણીના મામલે પછાડી
Dunki Worldwide Collection: દિગ્દર્શક રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત ફિલ્મ ડંકીએ થિયેટરોમાં દર્શકોનું સંપૂર્ણ મનોરંજન કર્યું છે. હવે આ ફિલ્મ અંતિમ તબક્કામાં છે. ગુરુવારે હૃતિક રોશનની લેટેસ્ટ ફિલ્મ ફાઈટર રિલીઝ થવાની સાથે, ડંકી માટે લગભગ કોઈ કમાણીની સંભાવના નથી.
![Dunki Worldwide Collection: 'ફાઈટર'ના રિલીઝ પહેલા ડંકીએ મચાવી ધમાલ, ઋતિકની આ ફિલ્મને શાહરુખ ખાને કમાણીના મામલે પછાડી box-office-dunki-worldwide-collection-shah-rukh-khan-movie-surpassed-hrithik-roshan-war-ahead-of-fighter-release Dunki Worldwide Collection: 'ફાઈટર'ના રિલીઝ પહેલા ડંકીએ મચાવી ધમાલ, ઋતિકની આ ફિલ્મને શાહરુખ ખાને કમાણીના મામલે પછાડી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/16/c199cd4a8719cba85a25465d6b3d86a01702723295021396_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Dunki Worldwide Collection: દિગ્દર્શક રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત અને શાહરુખ ખાન અભિનિત ફિલ્મ ડંકીએ થિયેટરોમાં દર્શકોનું સંપૂર્ણ મનોરંજન કર્યું છે. હવે આ ફિલ્મ અંતિમ તબક્કામાં છે. ગુરુવારે હૃતિક રોશનની લેટેસ્ટ ફિલ્મ ફાઈટર રિલીઝ થવાની સાથે, ડંકી માટે લગભગ કોઈ કમાણીની સંભાવના નથી.
View this post on Instagram
ડંકીના વર્લ્ડવાઈડ કલેક્શનનો લેટેસ્ટ રિપોર્ટ સામે આવ્યો
પરંતુ આ પહેલા શાહરૂખ ખાનની ડંકીના વર્લ્ડવાઈડ કલેક્શનનો લેટેસ્ટ રિપોર્ટ સામે આવ્યો છે, જેના આધારે કિંગ ખાનની આ ફિલ્મે રિતિક રોશનની આ મોટી ફિલ્મનો વર્લ્ડવાઈડ કમાણીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. એટલું જ નહીં, સલમાન ખાનની ફિલ્મને પણ ડંકીએ પાછળ છોડી દીધી છે.
શાહરૂખ ખાનની ડંકી આ બે ફિલ્મોથી આગળ નીકળી ગઈ
શાહરૂખ ખાનની ડંકી રિલીઝ થયાને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. શાહરૂખની આ ફિલ્મ 21 ડિસેમ્બરે મોટા પડદા પર રિલીઝ થઈ હતી. આવી સ્થિતિમાં હવે લગભગ 33 દિવસ પછી ડંકીએ વિશ્વવ્યાપી કલેક્શનમાં રિતિક રોશનની બ્લોકબસ્ટર ફિલ્મ વોરને માત આપી છે.
View this post on Instagram
ડંકીએ ફિલ્મે વોરનો રેકોર્ડ તોડી નાખ્યો છે
વાસ્તવમાં, મંગળવારે, ડંકીનાં નિર્માતાઓ દ્વારા વિશ્વભરમાં કમાણીનાં નવીનતમ આંકડા શેર કરવામાં આવ્યા હતા, જે 470.60 કરોડ રૂપિયા છે. આ મુજબ, ફિલ્મે વોરનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જેણે વિશ્વભરમાં 460.6 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું અને સલમાન ખાનની ટાઈગર 3નું કુલ 460.4 કરોડ રૂપિયાનું વર્લ્ડવાઈડ કલેક્શન કર્યું હતું. જો આ દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો,ડંકીએ સલમાન અને રિતિકની મૂવીને પાછળ છોડી દીધી છે.
શાહરૂખ ખાનની સતત ત્રીજી હિટ ફિલ્મ
શાહરૂખ ખાને ડંકી ફિલ્મમાં પોતાના શાનદાર અભિનયથી ઈતિહાસ રચ્યો છે. છેલ્લા એક વર્ષમાં કિંગ ખાનની આ ત્રીજી મોટી હિટ ફિલ્મ છે. અગાઉ, શાહરૂખે પઠાણ અને જવાન જેવી ફિલ્મો સાથે વિશ્વભરમાં બોક્સ ઓફિસ કલેક્શનના સંદર્ભમાં ઇતિહાસ રચ્યો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)