શોધખોળ કરો
Advertisement
'મિર્ઝાપુર-2' વેબ સીરિઝનો બહિષ્કાર કરવાની ઝુંબેશને ભાજપ સાથે છે શું કનેક્શન? ટ્વિટર પર હેશ ટેગ થયું ટ્રેન્ડ
ખાસ વાત છે કે આના વિરોધ થવા પાછળનુ કારણ મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા કાયદાના વિરોધ છે. મોદી સરકારે સીટિઝન અમેન્ડમેન્ટ એક્ટ-2019 લાવી ત્યારે કેટલાક લોકો દેશમાં આ કાયદાનો વિરોધ કરી રહ્યાં હતા
મુંબઇઃ વર્ષની સૌથી અવેટેડ વેબસીરિઝ મિર્જાપુર-2 હાલ સોશ્યલ મીડિયા પર જબરદસ્ત ટ્રેન્ડ થવા લાગ્યુ છે, લોકો તેના બહિષ્કારની માંગ સાથે ટ્રેન્ડ કરાવી રહ્યાં છે. સોમવારે મિર્જાપુર-2ની રિલીઝની જાહેરાત થઇ ચૂકી છે. ટ્વીટર પર આ વેબસીરીઝના વિરોધમાં #BoycottMirzapur2 ટ્રેન્ડ કરી રહ્યું છે. મિર્જાપુર-2ની સ્ટ્રીમિંગ 28 ઓક્ટોબરે થવાની છે.
ખરેખર, ઇન્ટરનેટ પર મિર્જાપુર-2 ટ્રેન્ડ થવાનુ કારણ વેબસીરીઝનો એક્ટર અલી ફઝલ છે. અલી ફઝલના એક જુના ટ્વીટના કારણે લોકો આનો વિરોધ અને બહિષ્કારની માંગ કરી રહ્યાં છે.
ગયા વર્ષે સીએએ પ્રૉટેસ્ટના સમયે અલી ફઝલે મિર્જાપુરનો એક ડાયલૉગ કટાક્ષ કરીને ટ્વીટ કર્યો હતો. તેને લખ્યું હતુ- શુરુ મજબૂરી મેં કિએ થે, અબ મજા આ રહા હૈ.... ખાસ વાત છે કે આના વિરોધ થવા પાછળનુ કારણ મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા કાયદાના વિરોધ છે. મોદી સરકારે સીટિઝન અમેન્ડમેન્ટ એક્ટ-2019 લાવી ત્યારે કેટલાક લોકો દેશમાં આ કાયદાનો વિરોધ કરી રહ્યાં હતા.
વળી, એક બીજા ટ્વીટમાં અલીએ લખ્યુ હતુ, યાદ રાખો- આગળનુ પગલુ એ સાબિત કરવાનુ નથી આ શાંતિપૂર્ણ આંદોલન હતુ, પણ આની તપાસ કરવી અને અસલી તપાસ કરવી અને ઘૂસણખોરોને બહાર કરવા, જે બહારથી આ આંદોલનમાં ઘૂસ્યા અને હિંસા કરી.
જોક્, અલી ફઝલે બાદમાં આ ટ્વીટને ડિલીટ કરી દીધા હતા, પરંતુ હવે મિર્જાપુર-2ની રિલીઝની ખબર બાદ તેની સીરીઝને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. ટ્રૉલર્સ તેના પર નિશાન સાધી રહ્યાં છે, અને શૉનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યાં છે. એક યૂઝરે તો બોયકૉટ કરવાનુ કારણ તેના પ્રૉડ્યૂસર અરહાન અખ્તરને જ ગણાવી દીધો હતો. ખાસ વાત છે કે, એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ આજકાલ સ્ટાર કિડ્સ લોકોના નિશાને ચઢ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
અમદાવાદ
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion