શોધખોળ કરો
સ્પોર્ટ્સ બ્રા પહેરીને એક્સરસાઈઝ કરતી એક્ટ્રેસ પર કોંગ્રેસની મહિલા નેતાએ હુમલો કર્યો, પછી શું કર્યું?
કોંગ્રેસની મહિલા નેતા કવિતા રેડ્ડીએ મામલે પોતાના પર લગાવેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે. કવિતા રેડ્ડીએ કહ્યું કે, એક્ટ્રેસ સમયુક્તા અને તેના મિત્રો મોટા અવાજથી સંગીત વગાડી રહ્યાં હતા, અને સિક્યૂરિટી ગાર્ડ સાથે ગેરવર્તન કરી રહ્યાં હતા. તેમને રોકવા દરમિયાન ઝપાઝપી થઇ હતી

બેગ્લુંરુઃ કન્નડ એક્ટ્રેસ સમયુક્તા હેગડે અને તેના મિત્રો સાથે મારમારી થયાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે એક્ટ્રેસે કહ્યું કે, બેગ્લુંરુના એક પબ્લિક પાર્કમાં મારા અને મારા કેટલાક મિત્રો સાથે ગાળાગાળી કરીને મારામારી થઇ છે. આરોપ છે કે કોંગ્રેસ નેતા કવિતા રેડ્ડીની આગેવાનીમાં આ હુમલો કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યુ છે કે હુમલાનુ કારણ એક્ટ્રેસનુ સ્પોર્ટ્સ બ્રા વર્કઆઉટ કરવાનુ હતુ.
કોંગ્રેસની મહિલા નેતા કવિતા રેડ્ડીએ મામલે પોતાના પર લગાવેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે. કવિતા રેડ્ડીએ કહ્યું કે, એક્ટ્રેસ સમયુક્તા અને તેના મિત્રો મોટા અવાજથી સંગીત વગાડી રહ્યાં હતા, અને સિક્યૂરિટી ગાર્ડ સાથે ગેરવર્તન કરી રહ્યાં હતા. તેમને રોકવા દરમિયાન ઝપાઝપી થઇ હતી.
સમયુક્તા હેગડેએ ખુદ આનો વીડિયો શેર કર્યો છે. તેને બેગ્લુરુ પોલીસ પાસે કવિતા રેડ્ડી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે.સમયુક્તાએ ઇન્સ્ટાગ્રામ પર લાઇવ આવીને પણ આ ઘટના પર નારાજગી દર્શાવી છે. તેને છોકરીઓના કપડાની પસંદને લઇને પણ સવાલો ઉઠાવ્યા અને કવિતા પર હુમલો કર્યો હતો. સમયુક્તાએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, અમે ત્રણેય વર્કઆઉટ કરી રહ્યાં હતા, અને ત્યારે કવિતા રેડ્ડી ત્યાં આવી ને અમારી સાથે મારામારી કરવા લાગી હતી. તેને કહ્યું અમે ખરાબ કપડાં પહેરલા હતા, અને વર્કઆઉટને બદલે નખરાં કરી રહ્યાં હતા. કોંગ્રેસ નેતાએ એક્ટ્રેસ પર બીજા કેટલાય ગંભીર આરોપો લગાવ્યા હતા. પરંતુ બાદમાં કવિતા રેડ્ડીએ માફી માગી લીધી હતી.

વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement
