શોધખોળ કરો
Corona: બૉલીવુડ અભિનેત્રી કૈટરીના કૈફે PM CARES Fundમાં કર્યુ દાન, જાણો વિગતે
કેટરીના કૈફ ઉપરાંત કેટલાક બૉલીવુડ સ્ટાર્સે કોરોના વાયરસ વિરુદ્ધની લડાઇમાં દાન કર્યુ છે. અક્ષય કુમારે તાજેતરમાં જ 25 કરોડ રૂપિયા પીએમ રાહત કોષમાં દાન કર્યુ છે

મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ પણ હવે દેશમાં કોરોનાને હરાવવા માટેના જંગમાં કુદી પડી છે. કેટરીનાએ પીએમ કેયર્સ ફંડ અને મહારાષ્ટ્ર મુખ્યમંત્રી રાહત કોષમાં દાન કર્યુ છે. આની માહિતી એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર એક પૉસ્ટ શેર કરીને આપી હતી. જોકે કેટલી રકમ દાન કરી છે તેની માહિતી નથી આપી. કેટરીનાએ સોશ્યલ મીડિયા પર પૉસ્ટ શેર કરતા લખ્યુ- હું મારી કમાણીનો નાનો ભાગ પીએમ કેયર્સ ફંડ અને મહારાષ્ટ્ર મુખ્યમંત્રી રાહત કોષમાં દાન કરુ છું. કોરોના વાયરસના કારણે દેશને જે નુકશાન થઇ રહ્યુ છે તેનુ મને દુઃખ છે. ઉલ્લેખનીય છે કે કેટરીના કૈફ ઉપરાંત કેટલાક બૉલીવુડ સ્ટાર્સે કોરોના વાયરસ વિરુદ્ધની લડાઇમાં દાન કર્યુ છે. અક્ષય કુમારે તાજેતરમાં જ 25 કરોડ રૂપિયા પીએમ રાહત કોષમાં દાન કર્યુ છે. કોરોના મહામારી સંકટ ભારતમાં સતત વધી રહ્યું છે. દેશમાં કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યા હાલ 1300ને પાર પહોંચી ગઇ છે. જ્યારે 38 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.
વધુ વાંચો





















