શોધખોળ કરો
સલમાન ખાની ફિલ્મ ‘રાધે’ ને કોરોના વાયરસથી અસર, થાઇલેન્ડનું શેડ્યૂલ કેન્સલ
કોરોના વાયરસના કારણે થાઇલેન્ડનું શૂટિંગ શેડ્યૂલ રદ કરવામાં આવ્યું છે.

મુંબઇઃ કોરોના વાયરસની ફિલ્મ ઇન્ડસ્ટ્રિઝ પર પણ ખૂબ અસર થઇ છે. બોલિવૂડના અનેક સ્ટાર્સે પોતાની વિઝિટ કેન્સલ કરી દીધી છે. જ્યારે સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેટ ભાઇ’એક શેડ્યૂલ થાઇલેન્ડમાં શૂટ થવાનું હતું. જોકે, હવે એવા સમાચાર આવી રહ્યા છે કે કોરોના વાયરસના કારણે થાઇલેન્ડનું શૂટિંગ શેડ્યૂલ રદ કરવામાં આવ્યું છે.
સલમાન ખાન અને ફિલ્મની ટીમે વિદેશમાં શૂટ કરવાનું કોઇ રિસ્ક લીધું નથી અને થાઇલેન્ડમાં શૂટ થનાર સિક્વન્સનું શૂટિંગ મુંબઇમાં થશે. ફિલ્મના ડિરેક્ટર પ્રભુદેવા અને ટીમ મુંબઇમાં જ ફિલ્મનું શૂટિંગ ચાલુ રાખશે. નોંધનીય છે કે બોલીવૂડ અભિનેતા સલમાન ખાન પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. સલમાન ખાને ફેન્સને નમસ્તે કહેવાની અપીલ કરી છે. સલમાન ખાને લખ્યું હતું, નમસ્કાર... આપણી સભ્યતમાં નમસ્તે તથા સલામ છે. જ્યારે કોરોનાવાઈરસ મટી જાય ત્યારે હાથ મિલાવજો અને ગળે મળજો.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રાઇમ





















