અમીષા પટેલ સામે વૉરંટ ઇશ્યૂ, જો નહીં કરે આ કામ તો થશે જેલ ભેગી, જાણો શું છે મામલો.........
'ગદર' ફેમ એક્ટ્રેસ અમીષા પટેલ એકવાર ફરીથી ચર્ચામાં આવી છે. પોતાની હૉટ અદાઓના કારણે નહીં પરંતુ છેતરપિંડીના મામલાને લઇને. એક્ટ્રેસ પર આરોપ છે કે 11 લાખ લઇને જેવી ભારે ભરખમ રકમ લઇને પણ ઇવેન્ટમાં ન હતી પહોંચી
Ameesha Patel: બૉલીવુડ અભિનેત્રી અમીષા પટેલ (Ameesha Patel) એકવાર ફરીથી કાયદાકીય ગૂંચવણમાં ફસાઇ ગઇ છે. એક્ટ્રેસની મુસીબતો ઓછી થવાનુ નામ નથી લઇ રહી. સામે આવેલી ખબર અનુસાર અમીષા પટેલ વિરુદ્ધ વૉરંટ ઇશ્યૂ થયુ છે. તેના પર ગંભીર આરોપ લાગ્યો છે. એ પણ કહેવામાં આવી રહ્યું છે કે જો એક્ટ્રેસ કોર્ટ દ્વારા આપવામા આવેલી તારીખ સુધી હાજર નહીં થાય તો તેના વિરુદ્ધ ગેરજામીનપાત્ર વૉરંટ જાહેર કરવામાં આવી શકે છે. અમીષા પટેલ વિરુદ્ધ આ વૉરંટ મુરાદાબાદના એસીજેએમ-5 કોર્ટ કોર્ટે જાહેર કર્યુ છે. એક્ટ્રેસે 20 ઓગસ્ટ સુધી કોર્ટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.
'ગદર' ફેમ એક્ટ્રેસ અમીષા પટેલ એકવાર ફરીથી ચર્ચામાં આવી છે. પોતાની હૉટ અદાઓના કારણે નહીં પરંતુ છેતરપિંડીના મામલાને લઇને. એક્ટ્રેસ પર આરોપ છે કે 11 લાખ લઇને જેવી ભારે ભરખમ રકમ લઇને પણ ઇવેન્ટમાં ન હતી પહોંચી, અને હવે આ મામલાની સુનાવણી થઇ રહી છે. જો આ મામલો આગળ વધે છે તો બની શકે કે એક્ટ્રેસ કોઇ ગંભીર મામલામાં ફંસાઇ જાય.
આ સમગ્ર મામલે વાત કરતા ડ્રીમ વિઝન ઈવેન્ટ કંપનીના માલિક પવન કુમાર વર્માએ જણાવ્યું કે, ‘2017માં અમીષા એક ઈવેન્ટ માટે પાકબાદના એક ફાઈવ સ્ટાર હોલમાં આવવા માગતી હતી. તે ચાર ગીતો પર પરફોર્મ કરવાની હતી. કાર્યક્રમના દિવસે સમયસર ન પહોંચવાના કારણે કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો. શો કેન્સલ થયા બાદ પણ એક્ટ્રેસે એડવાન્સ પૈસા પરત કર્યા નથી. આથી તેની સામે છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આખરે મંગળવારે કોર્ટે અમીષા પટેલ વિરુદ્ધ વોરંટ ઈશ્યુ કર્યું છે. મુરાદાબાદમાં અમીષા પટેલ વિરુદ્ધ IPCની કલમ 120B, 406, 504 અને 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અમીષા પટેલ પર ભૂતકાળમાં પણ છેતરપિંડીનો આરોપ છે. અભિનેત્રી છેતરપિંડીના આરોપોને કારણે ચર્ચામાં હતી. આ પહેલા ભોપાલ કોર્ટે ચેક બાઉન્સ કેસમાં અમીષા વિરુદ્ધ વોરંટ જારી કર્યું હતું. આ વોરંટના કારણે અમીષાની પરેશાનીઓ ઘણી વધી ગઈ હતી.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
--
આ પણ વાંચો......
Shrawan 2022: આ રાશિની યુવતીઓ માટે શ્રાવણ મહિનો છે વિશેષ, કરી લો આ ઉપાય, પછી જુઓ ચમત્કાર
Horoscope Today 20 July 2022: મિથુન, સિંહ, મકર રાશિએ નુકસાનનો કરવો પડશે સામનો, જાણો આજનું રાશિફળ
Vastu Tips: નવું ઘર ખરીદવાનું વિચારી રહ્યાં છો? તો પહેલા આ બેઝિક વાસ્તુના નિયમો જાણી લેવા હિતાવહ
Home Budget after Revised GST: GSTનો દર વધવાથી ઘરનું બજેટ બગડ્યું, દર મહિને આટલો ખર્ચ વધી જશે, જાણો વિગતે