Delhi: દિલ્હી ચૂંટણીને લઈને બોલિવૂડ અભિનેતાનું વિવાદિત, કહ્યું- બીજેપી મતથી નહીં પણ આ કરણે જીતી રહી છે
Delhi Assembly Elections: દિલ્હી વિધાનસભા ચૂંટણીના મોટાભાગના એક્ઝિટ પોલમાં બીજેપી અન્ય પક્ષો કરતા આગળ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં હવે ફિલ્મ ક્રિટિક અને અભિનેતા કમાલ રાશિદ ખાને એક મોટો દાવો કર્યો છે.

Delhi Assembly Elections: દેશની રાજધાની દિલ્હીમાં આજે વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. ૫ ફેબ્રુઆરીએ સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન થયું હતું અને ત્યારબાદ એક્ઝિટ પોલ આવવા લાગ્યા. મોટાભાગના એક્ઝિટ પોલમાં, ભાજપ અન્ય પક્ષો કરતા આગળ જોવા મળે છે. આવી સ્થિતિમાં હવે ફિલ્મ ક્રિટિક્સ અને અભિનેતા કમાલ રાશિદ ખાને એક મોટો દાવો કર્યો છે. તમને જણાવી દઈએ કે, હાલમાં આવેલા એક્ઝિટ પોલ અનુસાર મોટા ભાગના સર્વેમાં બીજેપી જીતી રહી છે.
All News channels have started to make ground for the win of BJP in Delhi election. According to all exit polls, BJP has won. And I predicted that one month ago. But it’s a biggest lie that BJP is winning coz of people’s votes. BJP is winning coz of #ECI. @ArvindKejriwal
— KRK (@kamaalrkhan) February 5, 2025
કેઆરકે કહે છે કે તેમણે ચૂંટણી પહેલા કહ્યું હતું કે દિલ્હીમાં ભાજપની સરકાર બનશે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને દાવો કર્યો કે ચૂંટણી પંચના કારણે ભાજપ દિલ્હી વિધાનસભા ચૂંટણી જીતી રહી છે. KRK એ પોતાની પોસ્ટમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલને પણ ટેગ કર્યા છે.
'ભાજપ ભારતના ચૂંટણી પંચના કારણે જીતી રહ્યું છે'
પોસ્ટમાં KRK એ લખ્યું, 'બધી ન્યૂઝ ચેનલો દિલ્હી ચૂંટણીમાં ભાજપની જીતની તૈયારીમાં વ્યસ્ત છે. બધા એક્ઝિટ પોલ મુજબ, ભાજપનો વિજય થયો છે. અને મેં આની આગાહી એક મહિના પહેલા કરી હતી. પરંતુ આ સૌથી મોટું જૂઠાણું છે કે ભાજપ લોકોના મતોથી જીતી રહી છે. ભારતીય ચૂંટણી પંચના કારણે ભાજપ જીતી રહ્યું છે.

વિપક્ષી નેતાઓને 'મૂર્ખ' કહ્યા
KRK એ બીજી પોસ્ટ કરી અને તેમાં લખ્યું- 'મેં એક મહિના પહેલા આની આગાહી કરી હતી પરંતુ અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી આ સમજી શક્યા નહીં. હું ૧૦૦% ગેરંટી સાથે કહી શકું છું કે વિપક્ષ આગામી ૫૦ વર્ષ સુધી ભાજપને હરાવી શકશે નહીં. કારણ કે વિપક્ષી નેતાઓ મૂર્ખ છે અને ભારતના ચૂંટણી પંચના ખેલ વિશે કંઈ જાણતા નથી.
આ પણ વાંચો....





















