દિશા પટનીએ Rumoured બોયફ્રેન્ડ સાથેનો બાથરૂમ વીડિયો કર્યો શેર, જુઓ
દિશા પટણીએ હાલમાં જ પોતાનો નવો વીડિયો શેર કર્યો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
દિશા પટણી એલેક્ઝાન્ડર એલેક્સ ઇલિક નામના વ્યક્તિ સાથેના તેના સંબંધોના સમાચારોને કારણે થોડા દિવસોથી ચર્ચામાં છે. દિશા ઈન્સ્ટાગ્રામ પર એલેક્ઝાન્ડર સાથે ઘણા ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. તાજેતરમાં તે તેની સાથે વેકેશન પર પણ ગઈ હતી. બંને મુંબઈમાં ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. હવે દિશાએ એલેક્ઝાન્ડર સાથે પણ એક નવો વીડિયો શેર કર્યો છે અને આ વીડિયો જોઈને ચાહકો ચોંકી ગયા છે.
દિશાએ બાથરૂમ વીડિયો કર્યો શેર
વીડિયોમાં બંને બાથરોબમાં જોવા મળે છે અને તેમના માથા પર રૂમાલ બાંધેલો જોવા મળી રહ્યો છે. આ વીડિયો બાથરૂમમાં બનાવેલો છે. બંને એક ગીત પર ડાન્સ કરી રહ્યાં છે. ડાન્સ કરતી વખતે બંનેના એક્સપ્રેશન એકદમ ફની છે. આ વીડિયોને શેર કરીને દિશાએ વિચિત્ર મોં બનાવી ઈમોજી પોસ્ટ કરી છે.
View this post on Instagram
વીડિયો પર ટાઈગર શ્રોફની બહેને કરી કોમેન્ટ
આ વીડિયો પર ફેન્સની સાથે સેલેબ્સની પ્રતિક્રિયાઓ પણ આવી છે. ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફે પણ આ અંગે ટિપ્પણી કરી છે. તેણે હાસ્યની ઈમોજી સાથે હાર્ટ ઈમોજી પોસ્ટ કરી હતી.આ વીડિયો જોયા બાદ હવે ફેન્સ પુષ્ટિ કરી રહ્યા છે કે તેનો અર્થ એ છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા એલેક્ઝાન્ડરને તેમના સંબંધોના સમાચાર વિશે પૂછવામાં આવ્યું હતું, જેના પર વાત કરતા તેણે કહ્યું હતું કે, દિશા મારા પરિવાર જેવી છે. આ ભાગદોડ ભરી લાઈફમાં જ્યારે પણ અમને એકલું લાગે છે ત્યારે અમે સાથે હોઈએ છીએ. મેં જોયું કે થોડા દિવસોમાં અમારા બંને વિશે ઘણી વાતો થઈ રહી છે. પરંતુ આપણે સત્ય જાણીએ છીએ. મને સમજાતું નથી કે લોકો અમારા વિશે શા માટે અનુમાન લગાવતા રહે છે. શા માટે તેઓ કોઈને તેમનું જીવન આરામથી જીવવા નથી દેતા. આ સમાચાર વાંચીને અમે બંને હસી પડ્યા હતા.
એલેક્ઝાંડર અને ટાઈગર શ્રોફ વચ્ચે સારૂ બોંડિંગ
જણાવી દઈએ કે એલેક્ઝાંડરે એ પણ કહ્યું હતું કે તે ટાઈગર શ્રોફને પણ ઓળખે છે અને બંને વચ્ચે સારો બોન્ડ છે. તેણે કહ્યું હતું કે, હું બંનેની નજીક છું અને ઘણીવાર અમે સાથે હેંગઆઉટ કરીએ છીએ.