Trolled: મિની ફ્રૉક પહેરવા પર એકદમ ખરાબ રીતે ટ્રૉલ થઇ દિશા પટ્ટણી, ફેન્સે પુછ્યું - 'નાની છોકરી છો ક્યાં ?'
દિશાને તેના બૉલ્ડ એપ્રૉચ અને ગ્લેમરસ દેખાવને કારણે લાખો ફેન્સ પસંદ કરે છે, પરંતુ આ વખતે તેને ટ્રૉલિંગનો સામનો કરવો પડ્યો છે
Disha Patani Trolled: બૉલિવુડની સુપરસ્ટાર અને યુવા બૉલ્ડ એક્ટ્રેસ દિશા પટ્ટણીએ તાજેતરમાં જ પોતાના ગ્લેમરસ લૂક અને ફિટનેસને લઇને ફરી ચોંકાવ્યા છે. આ વખતે તેના ફેન્સ ફરીથી તેની પ્રસંશા અને કેટલાક વળી, તેનું ટ્રૉલિંગ કરવા લાગ્યા છે. હાલમાં જ દિશા પટ્ટણી પોતાના લેટેસ્ટ લૂકના કારણે ખુબ ટ્રૉલિંગ થઇ રહી છે હાલમાં જ એક્ટ્રેસ લન્ચ ડેટ દરમિયાન જોવા મળી હતી, જ્યાં તેણે શોર્ટ ડ્રેસ પહેરેલો હતો, આ કારણે તે ખુબ ટ્રૉલ થઇ હતી.
મિની ફ્રૉક પહેરવા પર ટ્રૉલ થઇ દિશા પટ્ટણી -
જોકે, દિશાને તેના બૉલ્ડ એપ્રૉચ અને ગ્લેમરસ દેખાવને કારણે લાખો ફેન્સ પસંદ કરે છે, પરંતુ આ વખતે તેને ટ્રૉલિંગનો સામનો કરવો પડ્યો છે. તાજેતરમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરો અને વીડિયોમાં દિશા પટ્ટણી ફ્લૉરલ મિની ફ્રૉકમાં દેખાઇ રહી છે. એક્ટ્રેસનો આ વીડિયો પણ ઈન્સ્ટા બૉલીવુડે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ શેર કર્યો છે. જેમાં તે ખુલ્લા વાળ અને લાઇટ મેકઅપમાં પણ ખૂબ જ સુંદર લાગી રહી છે. અહીં કેટલાક ફેન્સને એક્ટ્રેસનો આ લૂક ખુબ પસંદ આવી રહ્યો છે, તો વળી, કેટલાકે તેને આ વિચિત્ર કપડા પર નિશાન સાધ્યુ છે.
View this post on Instagram
દિશા પટ્ટણી પર ભડક્યા યૂઝર્સ -
આ તસવીરોના કારણે ફેન્સે દિશા પટ્ટણીને ખુબ ટ્રૉલ કરી છે, સોશ્યલ મીડિયા પર વિચિત્ર કૉમેન્ટ્સ અને મીમ્સ બની રહ્યાં છે. એક યૂઝરે લખ્યું - 'તેના કપડા દરરોજ નાના થઈ રહ્યા છે' વળી, બીજાએ દિશાની ફિલ્મ 'હીરોપંતી'નો ડાયલૉગ લખીને તેને ટ્રૉલ કરી. યૂઝરે લખ્યું, 'છોટી બચી હો ક્યા...' વળી, કેટલાક યૂઝર્સે દિશાની સરખામણી ઉર્ફી જાવેદની ડ્રેસિંગ સ્ટાઈલ સાથે કરી અને તેની મજાક ઉડાવી હતી. એક યૂઝરે લખ્યું- 'ઉર્ફીની બહેન બરફી...'
આ ફિલ્મમાં દેખાશે દિશા પટ્ટણી -
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દિશા પટ્ટણી બહુ જલદી સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ 'યોદ્ધા'માં જોવા મળશે. આ ઉપરાંત તે અમિતાભ બચ્ચન અને પ્રભાસ સાથે ફિલ્મ પ્રૉજેક્ટમાં પણ દેખાશે.