Drishyam 2 અને Bhediya ની સક્સેસ પર વરુણ અને અજયે એકબીજાને આપી શુભેચ્છાઓ, જાણો શું લખ્યુ
વરુણ ધવને રવિવારે ઓડિયન્સનુ રિએક્શન જોવા બ્રાન્દ્રામાં એક થિયેટર પહોંચ્યો હતો, શૉ દરમિયાન દર્શકોની સીટીયો અને તાલીઓના અવાજ વચ્ચે વરુણ ખુબ ખુશ થઇ ગયો,
Varun Dhawan Ajay Devgn Tweet: બૉલીવુડ એક્ટર વરુણ ધવન (Varun Dhawan) અને કૃતિ સેનન (Kriti Sanon) સ્ટાર ફિલ્મ 'ભેડિયા' (Bhediya) એ 25 નવેમ્બરે સિનેમાઘરોમાં એન્ટ્રી કરી હતી, બૉક્સ ઓફિસ પર હૉરર કૉમેડી 'ભેડિયા' અને ‘દ્રશ્યમ 2’ (Drishyam 2)ની વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. વળી, સોશ્યલ મીડિયા પ બન્ને સ્ટાર્સ અજય દેવગન અને વરુણ ધવન એકબીજાને સક્સેસની શુભેચ્છા આપતા દેખાઇ રહ્યાં છે.
ખરેખરમાં વરુણ ધવને રવિવારે ઓડિયન્સનુ રિએક્શન જોવા બ્રાન્દ્રામાં એક થિયેટર પહોંચ્યો હતો, શૉ દરમિયાન દર્શકોની સીટીયો અને તાલીઓના અવાજ વચ્ચે વરુણ ખુબ ખુશ થઇ ગયો, આ વાતની ખુશી વ્યક્તિ કરતા તેને ટ્વીટર પર લખ્યું- #ભેડિયાએ મને એટલો પ્રેમ આપ્યો છે કે આટલા બધા લોકોને સિનેમાઘરોમાં આવતા જોઇને અમેઝિંગ લાગે છે.
વરુણે ટ્વીટ કરીને અજય દેવગનને આપી શુભેચ્છા -+
વરુણે આગળ દ્રશ્યમ 2 અને ભેડિયા બન્ને માટે ખુશી વ્યક્ત કરતાં લખ્યું- ખાસ સન્ડે #દ્રશ્યમ 2 અને #ભેડિયા તમામ સિનેમાપ્રેમીઓને બહુજ સારી ખુશીયો આપી રહ્યાં છે. શુભેચ્છા અજય દેવગન સર અને અભિષેક પાઠક સર....
#bhediya has given me so much love it feels amazing to to see Soo many people coming to the theatres . A special Sunday as #Dhrishyam2 and #Bhediya give a lot of happiness to all cinema lovers congratulations @ajaydevgn sir and @AbhishekPathakk pic.twitter.com/zOXFAAwFYx
— VarunDhawan (@Varun_dvn) November 27, 2022
અજય દેવગને વરુણને ગણાવ્યો 'રૉકસ્ટાર' -
વળી, વરુણ ધવને આ ટ્વીટ પર રિપ્લાય કરતા લખ્યું અભિનેતા અજય દેવગને તેની પ્રસંશા કરી છે, અજય દેવગને પોતાના ટ્વીટમાં લખ્યું- hii વરુણ ધવન... મને આનંદ છે ભેડિયા અને દ્રશ્યમ 2 દર્શકોને સિનેમાઘરોમાં પાછા લાવવામાં સફળ રહી છે, આ ઇન્ડસ્ટ્રી તરીકે આપણા માટે એક સારી ક્ષણ છે, અને તમે એક રૉકસ્ટાર છો.....
Hey @Varun_dvn
— Ajay Devgn (@ajaydevgn) November 28, 2022
I’m happy Bhediya & Drishyam 2 have managed to bring the audiences back to the theatres. It’s a feel good moment for us as an Industry. You're a rockstar ✨ https://t.co/7P4uVABcjn
--
11માં દિવસે ‘દ્રશ્યમ 2’ની ધમાલ યથાવત -
સુપરસ્ટાર અજય દેવગનની ‘દ્રશ્યમ 2’એ વખતે તમામને પોતાની સસ્પેન્સ થ્રિલર ફિલ્મથી જકડી રાખ્યા છે. એટલુ જ નહીં 50 કરોડના બજેટમાં બનેલી ‘દ્રશ્યમ 2’ હવે બ્લૉક બસ્ટર બની ગઇ છે. આ બધાની વચ્ચે 11મો જ દિવસ પણ ફિલ્મ માટે દમદાર રહ્યો. બૉક્સ ઓફિસ ઇન્ડિયાના રિપોર્ટનુ માનીએ તો ડાયરેક્ટર અભિષેક પાઠકની ‘દ્રશ્યમ 2’એ રિલીઝની બીજા મન્ડેને બૉક્સ ઓફિસ પર 5.25-5.50 કરોડની વચ્ચે કમાણી કરી લીધી છે. જોકે રવિવારની સરખામણીમાં ‘દ્રશ્યમ 2’ના કલેક્શનમાં કાપ થયો છે, પરંતુ 11મા દિવસ સુધી એકદમ બરાબર છે.