સુહાના ખાનના નામે વાયરલ થઇ રહેલી આ તસવીર ફેક છે, જાણો કોણ છે આ એક્ટ્રેસ?
જોકે આ તસવીર સુહાના ખાનની નહી પરંતુ સાઉથ એક્ટ્રેસ શાનવી શ્રીવાસ્તવની છે.
સુપરસ્ટાર શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન એક યા બીજા કારણોસર હેડલાઇન્સમાં રહે છે. તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. થોડા દિવસો પહેલા ઈન્ટરનેટ પર એક બિકીની ફોટો સામે આવ્યો હતો, જેને જોઈને યુઝર્સે દાવો કર્યો હતો કે બિકીનીમાં જોવા મળેલી છોકરી બીજી કોઈ નહીં પણ સુહાના ખાન છે. જોકે આ તસવીર ફેક સાબિત થઇ હતી અને આ તસવીર સુહાના ખાનની નહી પરંતુ સાઉથ એક્ટ્રેસ શાનવી શ્રીવાસ્તવની છે.
View this post on Instagram
આ અભિનેત્રીનો બિકીની ફોટો વાયરલ થયો હતો
વાયરલ ફોટોમાં જોઈ શકાય છે કે એક અભિનેત્રી બિકીની પહેરીને બીચ પર બેઠી છે, પરંતુ તેનો ચહેરો દેખાતો નથી. આ તસવીર જોઈને નેટીઝન્સ અનુમાન લગાવવા લાગ્યા કે બિકીનીમાં દેખાતી છોકરી સુહાના ખાન છે, જ્યારે તે સુહાના નહીં પરંતુ શાનવી શ્રીવાસ્તવ છે.
કોણ છે શાનવી શ્રીવાસ્તવ?
શાનવી શ્રીવાસ્તવ દક્ષિણ ફિલ્મોની અભિનેત્રી છે, જેણે તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું છે. થોડા દિવસો પહેલા તેણે આ તસવીર તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી, જે થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ હતી. શાનવી શ્રીવાસ્તવની આ તસવીરને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.
આ ફિલ્મમાં સુહાના ખાન જોવા મળશે
ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન ટૂંક સમયમાં જ આ ફિલ્મમાં જોવા મળશે. તે 'ધ આર્ચીર્ઝ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. આ ફિલ્મ ઝોયા અખ્તર બનાવી રહી છે. આ મૂવી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. 'ધ આર્ચીઝ' એ અમેરિકન પુસ્તક સીરિઝનું હિંદી એડોપ્શન છે. બોની કપૂરની દીકરી અને જાહ્નવી કપૂરની નાની બહેન ખુશી કપૂર આ ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરવા જઈ રહી છે. અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા પણ આ ફિલ્મનો એક ભાગ છે.
Shahrukh Khan Viral Video: શ્રીનગરથી પરત ફરતી વખતે એરપોર્ટ પર ભીડમાં ઘેરાયો શાહરૂખ ખાન, જુઓ વીડિયો
Shahrukh Khan Viral Video: શાહરૂખ ખાનના ચાહકો માત્ર તેની એક ઝલક જોવા માંગે છે. આવી સ્થિતિમાં, જ્યારે સુપરસ્ટાર એરપોર્ટ પર જોવા મળી જાય ત્યારે પુછવું જ શું? આવું જ થયું શ્રીનગર એરપોર્ટ પર, જ્યારે કિંગ ખાનને એરપોર્ટ પર જોઈને તેના ચાહકોએ તેને ઘેરી લીધો. છેલ્લા કેટલાક સમયથી શાહરૂખ કાશ્મીરમાં ફિલ્મ ડંકીના શૂટિંગમાં વ્યસ્ત હતો. શાહરૂખના કેટલાક વીડિયો પણ કાશ્મીરમાંથી સામે આવ્યા હતા. હવે કાશ્મીરના એરપોર્ટ પરથી તેનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ભીડથી ઘેરાયો શાહરૂખ ખાન
વાયરલ થઈ રહેલા વીડિયોમાં કિંગ ખાન કાશ્મીરના શ્રીનગર એરપોર્ટ પર જોવા મળી રહ્યો છે. જ્યાં ટોળાએ તેમને ઘેરી લીધો છે. ચાહકો તેમના મનપસંદ સ્ટાર સાથે તસવીર ક્લિક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે, આ દરમિયાન શાહરૂખ ખાન ખૂબ જ અસ્વસ્થ દેખાઈ રહ્યો છે અને ભીડમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ દરમિયાન તેમના અંગરક્ષકો પણ લોકોને તેમનાથી દૂર રાખવાનો પ્રયાસ કરતા જોવા મળે છે.