શોધખોળ કરો
Advertisement
સુશાંતના મોત બાદ બધાના નિશાને ચઢ્યો આ દિગ્ગજ અભિનેતા, કેરિયર બરબાદ કરવાનો લાગ્યો આરોપ
અભિનવ કશ્યપે આ સંબંધમાં એક ફેસબુક પૉસ્ટ લખી છે, જે હાલ ખુબ વાયરલ થઇ રહી છે. આ પૉસ્ટમાં તેને સલમાન ખાનની ફેમિલી, યશરાજ ફિલ્મ્સ અને ઇન્ડસ્ટ્રી કેટલાય આરોપો લગાવ્યા છે
નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ બૉલીવુડમાં ભાઇ-ભત્રીજાવાદના આરોપ લગાવવામાં આવી રહ્યાં છે. સુશાંત સિંહ રાજપૂતના નિધન પર હવે ડાયરેક્ટર અને એક્ટર અનુરાગ કશ્યપે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર કેટલાય આરોપો લગાવ્યા છે, અને પોલીસને અપીલ કરી છે કે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસમાં ઉંડી તપાસ કરે.
અભિનવ કશ્યપે આ સંબંધમાં એક ફેસબુક પૉસ્ટ લખી છે, જે હાલ ખુબ વાયરલ થઇ રહી છે. આ પૉસ્ટમાં તેને સલમાન ખાનની ફેમિલી, યશરાજ ફિલ્મ્સ અને ઇન્ડસ્ટ્રી કેટલાય આરોપો લગાવ્યા છે.
અભિનવ કશ્યપે પોતાની પૉસ્ટમાં YRFની એજન્સી પર આરોપ લગાવતા લખ્યું- કદાય આ એજન્સીએ જ સુશાંતને આત્મહત્યાનુ પગલુ ભરવા માટે પ્રેરિત કર્યો હશે. આ કેસની આ એન્ગલથી પણ તપાસ થવી જોઇએ. આ પ્રકારની એજન્સી આર્ટિસ્ટની કેરિયર બનાવતી નથી પણ બગાડે છે. કશ્યપે વધુ આગળ પણ લખ્યુ અને કહ્યું મને ડર છે કે સુશાંતની મોતથી #metoo આંદોલનની જેમ એક મોટી મૂવમેન્ટની શરૂઆત ના થાય.
અભિનવ કશ્પયે પોતાની આ પૉસ્ટમાં પોતાની કેરિયર બગાડ માટે સલમાન ખાન અને તેની ફેમિલી પર પણ મોટો આરોપ લગાવ્યો છે. તેમને લખ્યું- મારો અનુભવ પણ આવો જ રહ્યો છે, મે શોષણ ઝીલ્યુ છે. 10 વર્ષ પહેલા દબંગ 2 દરમિયાન મને પણ બહાર કરાયો હતો, સલમાન ખાન અને તેની ફેમિલી મળીને મારી કેરિયરને કન્ટ્રૉલ કરવાની કોશિશ કરી રહ્યાં હતા, અને મને ઘણો ડરાવી ધમકાવી રખાતો હતો. અનુરાગે આ પૉસ્ટમાં બીજી કેટલીય વાતો લખી છે........
અભિનવ કશ્યપે આ પૉસ્ટમાં પોતાની પર્સનલ લાઇફને લઇને પણ કેટલીક ખાસ વાતો લખી છે. તેનુ માનવુ છે કે સુશાંત સિંહ રાજપૂતના આ પગલા બાદ આ બધી વાતોને બહાર લાવવી જરૂરી છે. તેમને કહ્યું આ મામલે ગંભીરતાથી તપાસ થવી જોઇએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion