શોધખોળ કરો
Advertisement
સુશાંત કેસમાં આરોપી તરીકે નામ ઉછળતા રિયાની કેરિયર ખતમ થવાના આરે, આ ફિલ્મમાંથી કાઢી મુકાઇ
સુશાંતના નિધન બાદ રિયાની બૉલીવુડ કેરિયર પર પ્રશ્નાર્થ લાગી ગયુ છે, આ વિવાદ બાદ રિયાની કેરિયર લગભગ ખતમ થવાના આરે છે. ફેન્સ રિયાને ક્રિેમીનલ માની ચૂક્યા છે. હવે વાતને લઇને ફિલ્મ મેકર લોમ હર્ષે પોતાની આગામી ફિલ્મમાંથી રિયા ચક્રવર્તીને કાઢી મુકી છે
મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે રિયા ચક્રવર્તી પર દરરોજ નવા નવા આરોપો લાગી રહ્યાં છે. સુશાંતના નિધન બાદ રિયાની બૉલીવુડ કેરિયર પર પ્રશ્નાર્થ લાગી ગયુ છે, આ વિવાદ બાદ રિયાની કેરિયર લગભગ ખતમ થવાના આરે છે. ફેન્સ રિયાને ક્રિેમીનલ માની ચૂક્યા છે. હવે વાતને લઇને ફિલ્મ મેકર લોમ હર્ષે પોતાની આગામી ફિલ્મમાંથી રિયા ચક્રવર્તીને કાઢી મુકી છે.
ખરેખરમાં, હર્ષ લોમ પોતાની આગામી ફિલ્મમાં રિયાને કાસ્ટ કરવાના હતા. પરંતુ હર્ષ લોમનુ માનવુ છે કે હાલની પરિસ્થિતિમાં દિવગંત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને કાસ્ટ કરવામાં ફેન્સની ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે. લોમ હર્ષે એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યુ કે, આ મારી બીજી ફિચર ફિચર છે, અને અમે રિયા ચક્રવર્તીને આમાં સામેલ કરવાની યોજના બનાવી રહ્યાં હતા. વર્ષ 2018થી ફિલ્મને લઇને વાત ચાલી રહી હતી, આ વર્ષે અમે શૂટિંગ શરૂ કરવાના હતા, પરંતુ કોરોના મહામારી આવી ગઇ એટલે અમે ટાળી દીધુ હતુ.
લોમ હર્ષ આગળ કહ્યું કે, આ ફિલ્મ હાલ શિર્ષકહીન છે જેમાં મુખ્ય અભિનેત્રીઓમાંની એક માટે રિયા વિશે વિચાર્યુ હતુ, અને જલ્દી જ શૂટિંગ શરૂ કરવા માટે પ્રી-પ્રૉડક્શનનુ કામ પણ પતાવી દીધુ છે. કાસ્ટિંગ ટીમ અને નિર્માતાઓએ રિયા વિશે વિચાર્યુ હતુ. પરંતુ સુશાંતના મોત અને હાલની પરિસ્થિતિને જોતા હવે અમે રિયાને ફિલ્મમાંથી કાઢી મુકી છે.
આ નિર્ણય વિશે તેમને કહ્યું કે, આપણે એક એવા દેશમાં રહીએ છીએ, જ્યાં લોકોમાં ધાર્મિક મૂલ્ય અને સંવેદનાઓ ખીચોખીચ ભરેલી છે. આજે તેમની ભાવનાઓ સુશાંત સાથે જોડાયેલી છે, એટલા માટે મને લાગે છે કે લોકોના ફેંસલાનુ સન્માન કરવુ જોઇએ. અમે કોઇની પણ ભાવનાને ઠેસ નથી પહોંચાડવા માંગતા, અમે રિયાને ફિલ્મમાં સામેલ ના કરવાનો નિર્ણય લીધો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement