Akshay Kumarને લાગ્યો વધુ એક મોટો ઝટકો, ‘હેરા ફેરી 3’ બાદ આ બે મોટી ફિલ્મોની સિક્વલમાંથી થયો બહાર
બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર છેલ્લા કેટલાક દિવસોથી ફિલ્મ 'હેરા ફેરી 3'નો ભાગ ન હોવાના કારણે ચર્ચામાં છે
Akshay Kumar Films: બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર છેલ્લા કેટલાક દિવસોથી ફિલ્મ 'હેરા ફેરી 3'નો ભાગ ન હોવાના કારણે ચર્ચામાં છે. તાજેતરમાં જ પરેશ રાવલે સોશિયલ મીડિયા પર કન્ફર્મ કર્યું હતું કે કાર્તિક આર્યન 'હેરા ફેરી 3'માં જોવા મળશે, ત્યાર બાદ આ ચર્ચા વધુ થવા લાગી છે.
'હેરા ફેરી 3' માટે અક્ષયે માંગ્યા 90 કરોડ!
થોડા સમય પહેલા બોલિવૂડ હંગામાના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે અક્ષય કુમાર 'હેરા ફેરી 3' માટે 90 કરોડ રૂપિયાની ફી અને ફિલ્મના નફામાં હિસ્સાની માંગ કરી રહ્યો હતો જ્યારે કાર્તિક આર્યન માત્ર 30 કરોડ રૂપિયામાં ફિલ્મ કરવા તૈયાર થયો છે. જેના કારણે અક્ષય કુમારને આ ફિલ્મ ગુમાવી પડી હતી. જો કે, અક્ષય કુમારે આ વિશે કહ્યું હતું કે તે ફિલ્મની સ્ક્રિપ્ટથી ખુશ નથી, તેથી તેણે આ ફિલ્મ ન કરવાનો નિર્ણય લીધો નથી.
બીજી તરફ, બોલિવૂડ હંગામાના તાજેતરના અહેવાલ અનુસાર, 'હેરા ફેરી 3' સાથે અક્ષયે તેની બે મોટી ફિલ્મો 'આવારા પાગલ દિવાના 2' અને 'વેલકમ 3'ની સિક્વલમાં પણ જોવા મળશે નહીં.
આ રિપોર્ટમાં સૂત્ર પાસેથી મળેલી માહિતીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે 'હેરા ફેરી 3'ને લઈને અક્ષય કુમારે કહ્યું હતું કે તે સ્ક્રિપ્ટથી ખુશ નથી તેથી તે ફિલ્મમાંથી હટી ગયો છે. ફિરોઝ નડિયાદવાલાને તેના નિવેદનથી દુઃખ થયું હતું, ત્યાર બાદ તેમણે હવે અક્ષય કુમાર વિના જ 'આવારા પાગલ દિવાના 2' અને 'વેલકમ 3' બનાવવાનો નિર્ણય લીધો છે. જો કે, આ અંગે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ માહિતી સામે આવી નથી.
Kantara Box Office Collection : ઋષભ શેટ્ટીની 'કાંતારા'એ રચ્યો ઇતિહાસ, દુનિયાભરમાં 400 કરોડ રૂપિયાની કરી કમાણી
સાઉથ સિનેમાના સુપરસ્ટાર ઋષભ શેટ્ટીની ફિલ્મ 'કાંતારા' આ દિવસોમાં પોતાનું આકર્ષણ જાળવી રહી છે. રીલિઝના લગભગ 40 દિવસ પછી પણ 'કાંતારા' થિયેટરોમાં સતત દર્શકોને આકર્ષી રહી છે. જેના કારણે ફિલ્મનું કલેક્શન દરરોજ ઝડપથી વધી રહ્યું છે. આવી સ્થિતિમાં હવે ઋષભ શેટ્ટીની 'કાંતારા'એ દુનિયાભરમાં 400 કરોડનો બિઝનેસ કરીને ઈતિહાસ રચ્યો છે.
30 સપ્ટેમ્બરના રોજ કન્નડ ભાષામાં 'કાંતારા' રિલીઝ થઈ હતી. આ ફિલ્મે શરૂઆતથી જ સાઉથની ભાષામાં અદભૂત પ્રદર્શન કર્યું હતું. જેને ધ્યાનમાં રાખીને 14 ઓક્ટોબરના રોજ 'કાંતારા' હિન્દીમાં પણ થિયેટર્સમાં રીલિઝ કરાઇ હતી અને હિન્દી બેલ્ટમાં પણ 'કાંતારા'એ ધમાકેદાર બોક્સ ઓફિસ કલેક્શન કરીને બધાને ચોંકાવી દીધા હતા.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે મંગળવારે સોશિયલ મીડિયા પર 'કાંતારા'ના વિશ્વવ્યાપી કલેક્શનના નવીનતમ આંકડા જાહેર કર્યા છે. તરણના કહેવા પ્રમાણે 'કાંતારા'એ દુનિયાભરમાં 400 કરોડની કમાણી કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે