શોધખોળ કરો

Gadar 2 BO Collection day 5: Gadar 2 એ 15 ઓગસ્ટે રચ્યો ઇતિહાસ, રીલિઝના પાંચમા દિવસે 200 કરોડને પાર પહોંચી ફિલ્મ

Gadar 2 Box Office Collection: 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના અવસર પર ફિલ્મે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા

Gadar 2 Box Office Collection day 5: સની દેઓલની ફિલ્મ 'ગદર 2' એ બોક્સ ઓફિસ પર તોફાન મચાવી દીધું છે. આ ફિલ્મને રિલીઝના પહેલા દિવસથી જ દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 'ગદર 2'નો ઓપનિંગ વીકએન્ડ પણ જબરદસ્ત રહ્યો હતો અને ફિલ્મ અઠવાડિયાના દિવસોમાં પણ ઘણી નોટો છાપી રહી છે. 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના અવસર પર ફિલ્મે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા અને જબરદસ્ત કલેક્શન કર્યું હતું. ચાલો જાણીએ કે 'ગદર 2' એ તેની રિલીઝના 5માં દિવસે એટલે કે પહેલા મંગળવારે કેટલા કરોડની કમાણી કરી?

'ગદર 2' એ રિલીઝના 5મા દિવસે કેટલી કમાણી કરી?

'ગદર 2'માં, સની દેઓલ અને અમીષા પટેલ ફરી એકવાર તેમના પાત્રો તારા સિંહ અને સકીનાના રૂપમાં દર્શકોના દિલ જીતી રહ્યા છે. વર્ષ 2001માં આવેલી 'ગદર એક પ્રેમ કથા' એ પણ કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા અને હવે તેની સિક્વલ 'ગદર 2' પણ એ જ રસ્તે ચાલી રહી છે અને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મની કમાણીની વાત કરીએ તો, 'ગદર 2' એ ઓપનિંગ વીકએન્ડ પર શાનદાર કલેક્શન કર્યું હતું. આ પછી, ફિલ્મ સોમવારે ટેસ્ટમાં પણ પાસ થઈ અને 38.7 કરોડની કમાણી કરી. બીજી બાજુ 'ગદર 2' એ 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની રજાનો ભરપૂર લાભ લીધો હતો અને પ્રેક્ષકો તેને જોવા માટે થિયેટરોમાં ઉમટી પડ્યા હતા. આ સાથે હવે ફિલ્મની રિલીઝના 5મા દિવસના પ્રારંભિક આંકડા પણ આવી ગયા છે.

SacNilk ના પ્રારંભિક ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, 'ગદર 2' ની કમાણીમાં સ્વતંત્રતા દિવસના અવસર પર તેની રિલીઝના 5મા દિવસે 43.41 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ફિલ્મે રિલીઝના 5માં દિવસે રેકોર્ડ બ્રેક 55.5 કરોડની કમાણી કરી લીધી છે. આ સાથે 'ગદર 2'ની 5 દિવસની કુલ કમાણી હવે 200 કરોડને પાર કરી ગઈ છે. એટલે કે 'ગદર 2'ની 5 દિવસની કુલ કમાણી 229.08 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

ગદર 2 અનિલ શર્માના નિર્દેશનમાં બની છે

અનિલ શર્મા દ્વારા નિર્દેશિત 'ગદર 2' 2001ની હિટ ફિલ્મ 'ગદર'ની સિક્વલ છે. સન્ની દેઓલ, અમીષા પટેલ અને ઉત્કર્ષ શર્માએ સિક્વલમાં તારા સિંહ, સકીના અને જીતેની ભૂમિકાઓ ભજવી છે. આ ફિલ્મ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. તે બોક્સ ઓફિસ પર અક્ષય કુમારની OMG 2 સાથે ટકરાઈ રહી છે. જોકે, 'ગદર 2' કમાણી મામલે અક્ષય કુમારની ફિલ્મ OMG 2 કરતા ઘણી આગળ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
Embed widget