Dahod Police : પ્રેમિકાની હત્યા બાદ પ્રેમીએ કરી લીધો આપઘાત, જુઓ કેવી રીતે થયો પર્દાફાશ?
Dahod Police : પ્રેમિકાની હત્યા બાદ પ્રેમીએ કરી લીધો આપઘાત, જુઓ કેવી રીતે થયો પર્દાફાશ?
પ્રેમ સંબંધમાં ખેલાયો ખૂની ખેલ દાહોદ જિલ્લામાં. પેથાપુરના પાણીયા તળાવ કાંઠે મળેલ મહિલાના મૃતદેહની તપાસ કરતા પોલીસે હત્યા અને આત્મહત્યાના ઉકેલી નાંખ્યો ભેદ. તપાસમાં ખુલાસો થયો કે મૃતદેહ રણીયાર ઈનામી ગામમાં રહેતી અને વરોડ PHCમાં નર્સ તરીકે ફરજ બજાવતી સોનમ પણદાનો છે. મૃતક નર્સના ગળાના ભાગે તીક્ષ્ણ હતિયારના ઘાના નિશાન હોવાથી પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીની શોધખોળ હાથ ધરી. જો કે આ જ દરમિયાન પેથાપુરના જ રહેવાસી અને શિક્ષક તરીકે ફરજ બજાવતા મનોજ ઉર્ફે ભોલા ડામોરનો મૃતદેહ 60 કિલોમીટર દૂર મધ્યપ્રદેશના રંગપુરા ગામના ડેમ નજીક વૃક્ષ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.






















