શોધખોળ કરો

બિહાર ચૂંટણી પરિણામો 2025

(Source:  ECI | ABP NEWS)

સુપરમોડલ બનેલી આ એક્ટ્રેસને મળી ઘણી ફિલ્મો,શરૂઆત હિટ રહી પરંતુ એક ભૂલે બધુ બરબાદ કર્યું 

90ના દાયકામાં એક એવી અભિનેત્રીએ ડેબ્યૂ કર્યું હતું તેનુ નામ પૂજા બેદી હતું.  તેણે પોતાની ગ્લેમરસ સ્ટાઇલથી લોકોને દિવાના બનાવી દિધા  હતા.

Pooja Bedi Birthday Special: 90ના દાયકામાં એક એવી અભિનેત્રીએ ડેબ્યૂ કર્યું હતું તેનુ નામ પૂજા બેદી હતું.  તેણે પોતાની ગ્લેમરસ સ્ટાઇલથી લોકોને દિવાના બનાવી દિધા  હતા. પૂજા બેદી એક  મોડલ અને અભિનેત્રી રહી છે અને તેને આ બધું તેની માતા પાસેથી વારસામાં મળ્યું છે. પૂજા બેદીની માતા પ્રોતિમા બેદી ક્લાસિક ડાન્સર અને તેમના સમયની સુપર મોડલ હતી. પૂજાના પિતા પણ પ્રતિભાશાળી અભિનેતા કબીર બેદી છે અને પૂજાને આ તમામ ગુણો તેના માતા-પિતા પાસેથી મળ્યા હતા, તેમ છતાં તેની કારકિર્દી ફ્લોપ રહી હતી.

11 મે 1970 ના રોજ મુંબઈમાં જન્મેલી પૂજા બેદીની ફિલ્મી પારિવારિક પૃષ્ઠભૂમિ હતી, તેથી તેને બાળપણથી જ અભિનેત્રી બનવાની ઈચ્છા હતી. તેને ઘણી ફિલ્મો મળી પરંતુ તે સ્ટારડમ ન મેળવી શકી જે અન્ય સ્ટાર કિડ્સને મળે છે. તેના જન્મદિવસના ખાસ અવસર પર, ચાલો અમે તમને તેમના વિશે કેટલીક સાંભળેલી અને ન સાંભળેલી વાતો જણાવીએ.

सुपरमॉडल बनी इस एक्ट्रेस को मिली कई फिल्में, शुरुआत रही हिट लेकिन एक गलती ने सब किया बर्बाद

પૂજા બેદીનો ઉછેર બંગાળી અને હરિયાણવી સ્ટાઈલમાં થયો હતો. તેની માતા બંગાળી છે અને પિતા હરિયાણાના છે. જોકે, પૂજા બેદી પંજાબી શીખ પરિવારની છે અને તેની આસપાસનું વાતાવરણ પણ એવું જ રહ્યું. પૂજા બેદીએ પણ મુંબઈમાં અભ્યાસ કર્યો હતો અને ત્યાંથી કોલેજનો અભ્યાસ કર્યો હતો.

પૂજા બેદીએ વર્ષ 1991માં ફિલ્મ વિષકન્યાથી ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તેને આગલા વર્ષે આવેલી ફિલ્મ જો જીતા વોહી સિકંદર (1992)થી ઓળખ મળી હતી. આ ફિલ્મ માટે તેણીને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટે પ્રથમ ફિલ્મફેર નામાંકન મળ્યું.

પૂજા બેદીની ફિલ્મો

પોતાની ફિલ્મી સફરમાં પૂજા બેદીએ 'લુટેરે', 'શક્તિ', 'આતંક હી ટેરર', 'એક અજનબી' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેને બહુ ઓછી ફિલ્મો મળી કારણ કે તેણે એક જાહેરાત કરી હતી જે તે સમયે મોટી ભૂલ માનવામાં આવતી હતી. વાસ્તવમાં, પૂજા બેદીએ તેની કારકિર્દીની શરૂઆતમાં કામસૂત્ર કોન્ડોમની જાહેરાત કરીને સનસનાટી મચાવી દીધી હતી.

सुपरमॉडल बनी इस एक्ट्रेस को मिली कई फिल्में, शुरुआत रही हिट लेकिन एक गलती ने सब किया बर्बाद

પૂજાએ કંપની સાથે પાંચ વર્ષનો કરાર કર્યો હતો અને તે તેની બ્રાન્ડ એમ્બેસેડર હતી. જાહેરાત કંઈક એવું શૂટ કરવામાં આવ્યું હતું જેના માટે તે સમયના દર્શકો તૈયાર નહોતા અને લોકોએ ક્યારેય પૂજા બેદીને સારી અભિનેત્રી તરીકે સ્વીકારી ન હતી. જોકે, પૂજાએ લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે કોન્ડોમની જાહેરાત કરી હતી.

પૂજા બાદીએ ઈન્ડિયન એક્સપ્રેસને ઈન્ટરવ્યુ આપતાં ઈન્ડસ્ટ્રીમાં થઈ રહેલા બદલાવ અંગે ખુશી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે તે જાહેરાત પર પ્રતિબંધ હોવા છતાં તેને ઘણા આંતરરાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા હતા. આ સાથે પૂજાએ કહ્યું કે આજના લોકોને કંઈપણ જોવું ગમે છે. ઇન્ડસ્ટ્રી તેના માટે ફિલ્મો, વેબ સિરીઝ અને જાહેરાતો બતાવી રહી છે, તે આવા ફેરફારોથી ખુશ છે.

પૂજા બેદીનું અંગત જીવન

વર્ષ 1990માં પૂજા બેદીની મુલાકાત ફરહાન ફર્નિચરવાલા સાથે થઈ, જે ગુજરાતી મુસ્લિમ છે. 6 મે, 1994ના રોજ પૂજા બેદીએ ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો અને ફરહાન સાથે લગ્ન કર્યા. લગ્ન પછી પૂજા બેદીનું નામ નૂરજહાં થયું. 

सुपरमॉडल बनी इस एक्ट्रेस को मिली कई फिल्में, शुरुआत रही हिट लेकिन एक गलती ने सब किया बर्बाद

ફરહાન અને પૂજા બેદીને એક પુત્રી હતી, અલાયા ફર્નિચરવાલા, જે હવે બોલિવૂડ અભિનેત્રી અલાયા એફ તરીકે જાણીતી છે. પૂજા અને ફરહાને વર્ષ 2003માં છૂટાછેડા લીધા હતા. વર્ષ 2019 માં, પૂજા બેદીએ માણેક કોન્ટ્રાક્ટર સાથે સગાઈ કરી લીધી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું',  જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?   
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું', જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?  
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
Advertisement

વિડિઓઝ

PM Modi Speech In Delhi : કોંગ્રેસ હવે મુસ્લિમ લીગ-માઓવાદી કોંગ્રેસ, PM મોદીના બિહાર જીત બાદ પ્રહાર
Bihar Election Result Updates : નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવવાને લઈ સસ્પેન્સ યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : વાગ્યું તીર તો ફૂટી ફાનસ, ખીલ્યું કમળ તો વિખરાયો પંજો
Hun To Bolish : હું તો બોલીશ : ત્રિશુલની શક્તિ
Hun To Bolish : હું તો બોલીશ : કહાની વશની, ઉજળ્યો વંશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું',  જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?   
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું', જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?  
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
ખેડૂતો માટે ખુશખબરી!  PM-KISAN નો  21મો હપ્તો આ તારીખે આવશે, જાણી લો 
ખેડૂતો માટે ખુશખબરી!  PM-KISAN નો  21મો હપ્તો આ તારીખે આવશે, જાણી લો 
Bihar election result 2025: તેજસ્વી યાદવે કાંટે કી ટક્કરમાં રાઘોપુરથી જીત મેળવી, જાણો કેટલા હજાર મતોથી જીત્યા
Bihar election result 2025: તેજસ્વી યાદવે કાંટે કી ટક્કરમાં રાઘોપુરથી જીત મેળવી, જાણો કેટલા હજાર મતોથી જીત્યા
મૈથિલી ઠાકુરની આટલા હજાર મતોથી જીત, બિહારને મળી સૌથી Youngest MLA
મૈથિલી ઠાકુરની આટલા હજાર મતોથી જીત, બિહારને મળી સૌથી Youngest MLA
પ્રચંડ જીત બાદ BJP હેડક્વાર્ટર પહોંચ્યા PM મોદી, બિહારી સ્ટાઈલમાં લહેરાવ્યો ગમછો, Video
પ્રચંડ જીત બાદ BJP હેડક્વાર્ટર પહોંચ્યા PM મોદી, બિહારી સ્ટાઈલમાં લહેરાવ્યો ગમછો, Video
Embed widget