શોધખોળ કરો
Advertisement
આમીર ખાનની દીકરી ઈરાના આ હિંદુ યુવક સાથે છે રીલેશન, બંને ફાર્મહાઉસમાં મનાવી રહ્યાં છે વેકેશન, જાણો વિગત
ઈરાની નુપુર સાથેની તસવીરો ઇશારો કરી રહી છે કે તે ફરીથી પ્રેમમાં પડી છે. ઉલ્લેખનીય છે કે ઇરા ખાને ફિલ્મ ડેબ્યૂ તો હજુ નથી કર્યુ પરંતુ થિએટર અને ડાયરેક્શનમાં તે આગળ વધી રહી છે
મુંબઇઃ બૉલીવુડ એક્ટર આમિર ખાનની દીકરી ઇરા ખાન રિલેશનશીપમાં છે, તે પિતાના ફિટનેસ કૉચ નુપુર શિખરને ડેટ કરી રહી છે. લેટેસ્ટ રિપોર્ટનુ માનીએ તો નુપુર શિખરે સોશ્યલ મીડિયા પર એક પૉસ્ટ દ્વારા ફેન્સને હિન્ટ આપી છે. છેલ્લા કેટલાક વર્ષથી ઇરા ખાનની તસવીર અને વીડિયો એક્સ બૉયફ્રેન્ડ મિશાલ ક્રિપલાની સાથે ખુબ વાયરલ થઇ હતી.
હવે નુપુર સાથેની તસવીરો ઇશારો કરી રહી છે કે તે ફરીથી પ્રેમમાં પડી છે. ઉલ્લેખનીય છે કે ઇરા ખાને ફિલ્મ ડેબ્યૂ તો હજુ નથી કર્યુ પરંતુ થિએટર અને ડાયરેક્શનમાં તે આગળ વધી રહી છે.
પિંકવિલાના રિપોર્ટ પ્રમાણે ઇરા ખાન અને નુપુર શિખર લૉકડાઉનના સમયથી એકબીજા ડેટ કરી રહ્યાં છે. બન્નેની નજીદીયા હવે વધી રહી છે, અને ઇરાએ હવે ફિટનેસ તરફ ધ્યાન આપ્યુ છે. તાજેતરમાંજ ઇરા અને નુપુર વેકેશન માટે મહાબળેશ્વર, ખાન ફાર્મહાઉસ ગયા હતા. બન્નેએ એકબીજાની મમ્મી સાથે પણ મુલાકાત કરી હતી. કહેવાઇ રહ્યું છે કે બન્ને ખુબ સીરિયલ રિલેશનશીપમાં છે. જોકે હજુ સુધી આમિર ખાનની પહેલી પત્ની અને ઇરા ખાનની માં રીના દત્તાનુ આના પર કોઇ રિએક્શન નથી આવ્યુ, પરંતુ નુપુરની માની પૉસ્ટ પર ઇરા ખાન ખુબ એક્ટિવ રહીને કૉમેન્ટ કરતી રહે છે.
નોંધનીય છે કે નુપુર શિખર સેલિબ્રિટી ફિટનેસ કૉચ છે, હાલ તે મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાન અને સુષ્મિતા સેનને ટ્રેન કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે ઇરા ખાન હિન્દુ યુવક નુપુરને ડેટ કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement