Pippa Teaser: 1971ના 12 દિવસના યુદ્ધ પર બનેલી ફિલ્મ 'પિપ્પા' આ દિવસે રિલીઝ થશે, જુઓ ટીઝર
સ્વતંત્રતા દિવસના આ ખાસ અવસર પર ઈશાન ખટ્ટર અને મૃણાલ ઠાકુરની ફિલ્મ 'પીપ્પા'નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.
Ishaan Khatter Mrunal Thakur Pippa Movie Teaser Video: સ્વતંત્રતા દિવસના આ ખાસ અવસર પર ઈશાન ખટ્ટર અને મૃણાલ ઠાકુરની ફિલ્મ 'પીપ્પા'નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મનું ટીઝર એકદમ ધમાકેદાર છે, જેમાં દેશભક્તિનો રંગ જોવા મળી છે. 'પીપ્પા' એક વોર ફિલ્મ છે, જેમાં 45મી કેવેલરી ટેન્ક સ્ક્વોડ્રનના અનુભવી બ્રિગેડિયર બલરામ સિંહ મહેતાની બહાદુરી દર્શાવવામાં આવી છે. ફિલ્મની વાર્તા બ્રિગેડિયર બલરામ સિંહ મહેતાના પુસ્તક 'ધ બર્નિંગ ચાફીસ' પર આધારિત છે.
પિપ્પા ફિલ્મનો આ ટીઝર વીડિયો મૃણાલ ઠાકુર અને ઈશાન ખટ્ટરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. પીપ્પાના ટીઝરની વાત કરીએ તો 1 મિનિટ 07 સેકન્ડના આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે 3 ડિસેમ્બર 1971ના રોજ દેશના સૈનિકો સહિત આખો દેશ રેડિયો પર દેશના તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને સાંભળી રહ્યો છે, જે કહે છે, "થોડા કલાકો પહેલાં પાકિસ્તાને ભારતીય એરફિલ્ડ પર હવાઈ હુમલા કર્યા છે. હું ઈન્દિરા ગાંધી, ભારતના વડાપ્રધાન પાકિસ્તાન સાથે યુદ્ધની ઘોષણા કરું છું. જય હિન્દ...."
'પિપ્પા' ફિલ્મ આ દિવસે રિલીઝ થશેઃ
આ દરમિયાન ટીઝર વીડિયોમાં મૃણાલ ઠાકુર અને ઈશાન ખટ્ટર પણ જોવા મળે છે. ટીઝરમાં ઈશાન યુદ્ધના મેદાનમાં જોવા મળી રહ્યો છે. અભિનેતાની ભૂમિકા ખૂબ જ મજબૂત છે, આ ટીઝર વીડિયોની સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. ઈશાન ખટ્ટરની ફિલ્મ 'પીપ્પા' 2 ડિસેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં આવશે.
રાજા કૃષ્ણ મેનન દ્વારા દિગ્દર્શિત, પીપ્પામાં ઈશાન 45મી કેવેલરી ટેન્ક સ્ક્વોડ્રનના કેપ્ટન બલરામ સિંહ મહેતાની ભૂમિકામાં છે, જે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતના પૂર્વી મોરચા પર લડ્યા હતા. આ લડાઈઓ ગરીબપુર ખાતે લડાયેલા 12 દિવસના યુદ્ધ પર આધારિત છે, જેના કારણે બાંગ્લાદેશનું નિર્માણ થયું હતું.
આ પણ વાંચોઃ