Pizza: ઈટાલીના લોકો દરરોજ ખાય છે પિત્ઝા છતાં નથી પડતા બીમાર, કારણ જાણીને ચોંકી જશો
Pizza: આપણે બધા જાણીએ છીએ કે પીત્ઝા કે ફાસ્ટ ફૂડ સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે.

Pizza: આપણે બધા જાણીએ છીએ કે પીત્ઝા કે ફાસ્ટ ફૂડ સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે. તેને ખાવાથી હાઈ બ્લડ પ્રેશર, મેદસ્વીતા, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ સહિત અનેક રોગોનું જોખમ વધી શકે છે. નિયમિત કે વધુ પડતું સેવન કરવાથી પાચન સમસ્યાઓનું જોખમ પણ રહે છે.
ભારતમાં પિત્ઝાને સામાન્ય રીતે અનહેલ્ધી ફૂડ માનવામાં આવે છે. માતાપિતાથી લઈને ડોકટરો સુધી દરેક વ્યક્તિ સલાહ આપે છે કે પિત્ઝા અનહેલ્ધી છેકારણ કે તેમાં મેંદાના લોટનો ઉપયોગ થાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઇટાલીના લોકો લગભગ દરરોજ પિત્ઝા ખાય છે છતાં તેઓ આટલા ફિટ અને સ્વસ્થ કેમ રહે છે?
ઇટાલી વિશ્વના સૌથી સ્વસ્થ દેશોમાં શા માટે છે?
બ્લૂમબર્ગ હેલ્ધીએસ્ટ કન્ટ્રી ઇન્ડેક્સના 2017 થી 2019 સુધીના ડેટા અનુસાર, ઇટાલી વિશ્વના સૌથી સ્વસ્થ દેશોમાં પ્રથમ ક્રમે છે. એ સવાલ ઉઠાવે છે કે પિત્ઝા ખાવા છતાં ઇટાલીના લોકો આટલા સ્વસ્થ કેવી રીતે રહે છે? ઇટાલિયનો માટે પિત્ઝા તેમના દૈનિક આહારનો એક ભાગ છે, પરંતુ તેઓ ત્યાં જે પિત્ઝા બનાવે છે તે ભારતમાં મળતા પિત્ઝાથી તદ્દન અલગ છે. ઇટાલિયન પિત્ઝાને ફાસ્ટ ફૂડ તરીકે વર્ગીકૃત કરવામાં આવતું નથી. ઇટાલિયનો તેને જંક ફૂડ તરીકે ખાતા નથી તેના બદલે તે તેમના દૈનિક આહારનો એક ભાગ છે. ભારતમાં પિત્ઝાને ક્યારેક નાસ્તા તરીકે ખાવામાં આવે છે, પરંતુ ઇટાલિયનો દરરોજ પિત્ઝા ખાય છે. જોકે, તેઓ પિત્ઝા સાથે સલાડ અને અન્ય પૌષ્ટિક ખોરાકનો પણ સમાવેશ કરે છે, સંતુલિત આહાર જાળવી રાખે છે.
ઇટાલિયન પિત્ઝાને શું ખાસ બનાવે છે?
ઇટાલીમાં પિત્ઝા બનાવવા માટે શુદ્ધ અને ઉચ્ચ-ગુણવત્તાવાળી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં તાજા શાકભાજી, ઉચ્ચ-ગુણવત્તાવાળા મોઝેરેલા ચીઝ અને ઓલિવ ઓઈલનો સમાવેશ થાય છે. વધુ પડતા પ્રોસેસ્ડ ઘટકોનો ઉપયોગ કરવામાં આવતો નથી.
ઇટાલિયન પિત્ઝા માટેનો લોટ 24 કલાકથી લઈને બે દિવસ સુધી ફર્મેટ થવા માટે રાખવામાં આવે છે. આ પ્રક્રિયાથી લોટમાં રહેલા કાર્બોહાઇડ્રેટ્સ તૂટી જાય છે જેનાથી પાચન સમસ્યાઓ અટકે છે.
ઇટાલિયન પિત્ઝાની સૌથી વિશિષ્ટ વિશેષતા તેનો પાતળો બેસ છે. તે મેંદાના લોટનો ઓછો વપરાશ થાય છે જેનાથી કેલરી ઓછી રહે છે અને પાચન પણ સારુ રહે છે. ભારતમાં મળતા પિત્ઝા જાડા અને ભારે હોય છે.
પ્રોસેસ્ડ ચીઝને બદલે ઇટાલિયન પિત્ઝામાં સારી ક્વોલિટીની મોઝેરેલા ચીઝનો ઉપયોગ કરવામાં આવે છે, જે ફક્ત સ્વાદમાં વધારો કરતા નથી પણ પરંતુ આવશ્યક પોષક તત્વો પણ પૂરા પાડે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )




















