શોધખોળ કરો
કોરોના વેક્સિન મુદ્દે ઝઘડતી જોવા મળી જોની લીવરની દીકરી જૈમી, જુઓ વીડિયો
બોલિવૂડના ફેમસ કોમેડિયન જોની લિવરની દીકરી જૈમી લિવરનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં તમામ એક્ટ્રેસની નકલ ઉતારતા તેમણે કોરોના વેક્સિન મુદ્દે વાત કરી છે.
![કોરોના વેક્સિન મુદ્દે ઝઘડતી જોવા મળી જોની લીવરની દીકરી જૈમી, જુઓ વીડિયો Jaimy leaver mimicry video on corona vaccine abp asmita gujrati news કોરોના વેક્સિન મુદ્દે ઝઘડતી જોવા મળી જોની લીવરની દીકરી જૈમી, જુઓ વીડિયો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/11194837/Jamie-J.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
બોલિવૂડ: બેસ્ટ કોમેડિયન જોની લિવરની દીકરી પણ તેમની મિમીક્રી અને ફનિ અંદાજથી સોશિયલ મીડિયા પર છવાઇ જાય છે. જોની લિવરની દીકરી જૈમી લિવરે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે, જેમાં તે કેટલાક એક્ટ્રેસની મિમીક્રી કરતી જોવા મળે છે. જૈમી આ વીડિયોમાં વેક્સિનથી માંડીને નેપોટિજ્મ પર પણ વાત કરતી જોવા મળે છે.
જૈમી લિવર આ વીડિયોમાં સોનમ કપૂરની મિમીક્રી કરતા કપડાં વિશે વાત કરી રહી છે. કરીના કપૂરની નકલ કરતા તે ફોટોગ્રાફર્સની વાત કરે છે. તેણે આશા ભોંસલેની પણ મિમિક્રી કરી છે. જેમાં તે કોરોના વેક્સિન વિશે વાત કરે છે. વીડિયોમાં તે ખૂબ જ સુંદર રીતે દરેક હિરોઇનની મિમિક્રી કરે છે.
જૈમીએ કંગનાની પણ વાત કરતા નેપોટિજ્મની વાત કરી છે. તેમણે વીડિયોમાં કંગનાના ટવિટનો પણ ઉલ્લેખ કર્યો છે. જૈમીનો આ અંદાજ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયો પાંચ લાખ લોકો જોઇ ચૂક્યાં છે. લોકો જૈમીના ટેલન્ટની પણ પ્રસંશા કરી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)