શોધખોળ કરો

Jhoome Jo Pathaan: ઝૂમે જો પઠાણ ગીતનો મેકિંગ વીડિયો વાયરલ, શૂટિંગ બાદ લોકોની ભીડ વચ્ચે શાહરુખ- દિપીકાએ કર્યો જોરદાર ડાન્સ

Jhoome Jo Pathaan Making Video: 'ઝૂમે જો પઠાણ'નો મેકિંગ વીડિયો સામે આવ્યો છે, જેમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ એકસાથે શૂટિંગ કરતા જોવા મળી શકે છે.

Jhoome Jo Pathaan Making Video: શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની 'પઠાણ' બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મ જ નહીં પરંતુ તેનું ગીત ઝૂમે જો પઠાણ પણ લોકોને દિવાના બનાવી રહ્યું છે. આ ગીત દીપિકા અને શાહરૂખ પર શૂટ કરવામાં આવ્યું છે. રિલીઝ થયા પછી તરત જ, આ ગીત એટલું લોકપ્રિય થઈ ગયું કે સેલેબ્સથી લઈને સામાન્ય માણસ સુધી દરેક તેના દિવાના બની ગયા અને પછી તેના પર વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરવાનું શરૂ કર્યું. હવે આ ગીતનો મેકિંગ વીડિયો સામે આવ્યો છે.

'ઝૂમ જો પઠાણ'નો મેકિંગ વીડિયો સામે આવ્યો

વીડિયોમાં જોઈ શકાય છે કે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ આ ગીત માટે રિહર્સલ કરતા જોવા મળી રહ્યા છે. કોરિયોગ્રાફર બોસ્કો માર્ટિસ બંને સ્ટાર્સને સ્ટેપ જણાવી રહ્યા છે. શાહરૂખ અને દીપિકા ગીતનું શૂટિંગ કરી રહ્યા છે અને સેટની આસપાસ સેંકડો લોકોની ભીડ છે.

શાહરૂખ-દીપિકાએ ભીડ સાથે ડાન્સ કર્યો હતો

'ઝૂમ જો પઠાણ'ના મેકિંગ વીડિયોમાં શાહરૂખ ખાન તેના શર્ટના બટન ખોલીને સિગ્નેચર પોઝ આપતો જોવા મળે છે. આ દરમિયાન શાહરૂખ સાથે સેલ્ફી લેવા માટે તેના ચાહકોની ભીડ જોવા મળી રહી છે. તે તેના ચાહકો સાથે સેલ્ફી ક્લિક કરાવે છે. ગીતનું શૂટિંગ પૂરું કર્યા બાદ દીપિકા અને શાહરૂખ ખાન ભીડ સાથે ડાન્સ કરતા જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

'પઠાણ' સૌથી વધુ કમાણી કરનાર પાંચમી ફિલ્મ બની

ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાનની 'પઠાણ' સૌથી વધુ કમાણી કરનારી પાંચમી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે દુનિયાભરમાં 950 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. આ સાથે 'પઠાણ'એ કમાણીના મામલામાં સલમાન ખાનની 'બજરંગી ભાઈજાન' અને આમિર ખાનની 'સિક્રેટ સુપરસ્ટાર'ને પાછળ છોડી દીધી છે. આ ફિલ્મના દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ છે, જે અગાઉ સ્પાય યુનિવર્સ ફિલ્મ વોરનું નિર્દેશન કરી ચૂક્યા છે.

આ પણ વાંચો: Pathaan Box office Collection: 500 કરોડની ક્લબમાં સામેલ થઈ 'પઠાણ',  બોક્સ ઓફિસ પર શાહરૂખ ખાનનો ચાર્મ યથાવત..

Pathaan Box office Collection Day 22: શાહરૂખ ખાન સ્ટારર 'પઠાણ' બોલિવૂડની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે અનેક મોટી ફિલ્મોના રેકોર્ડ તોડીને ઈતિહાસ રચ્યો છે. આલમ એ છે કે 22 દિવસ પછી પણ તમામ વિવાદો વચ્ચે રિલીઝ થયેલી કિંગ ખાનની કમબેક ફિલ્મનો ક્રેઝ દર્શકોના માથે ચડેલો જોવા મળી રહ્યો છે. આ સાથે 'પઠાણ'નું કલેક્શન પણ વધી રહ્યું છે. ચાલો જાણીએ કે 'પઠાણ'એ રિલીઝના 22માં દિવસે કેટલા કરોડની કમાણી કરી છે.

22માં દિવસે 'પઠાણે' કેટલા કરોડની કમાણી કરી?

શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ 'પઠાણ' બોક્સ ઓફિસ પર દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. કલેક્શનની વાત કરીએ તો 'પઠાણ'એ રિલીઝના પહેલા જ દિવસે 55 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્યારથી 'પઠાણ' સતત કમાણી કરી રહી છે. જો 'પઠાણ'ની 22માં દિવસની કમાણીનાં પ્રારંભિક આંકડા પર નજર કરીએ તો એક અહેવાલ મુજબ, 'પઠાણ'એ તેની રિલીઝના 22માં દિવસે 3.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જો કે આ પહેલા દિવસની કમાણી કરતા ઓછી છે. આ સાથે જ ફિલ્મનું કુલ કલેક્શન 502.35 કરોડ રૂપિયા થઈ ગયું છે. એટલે કે આ ફિલ્મે 500 કરોડનો આંકડો પાર કરી લીધો છે.

'પઠાણ' 500 કરોડની ક્લબમાં સામેલ

તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ આનંદની એક્શન થ્રિલર 'પઠાણ'એ દંગલ, કેજીએફ ચેપ્ટર 2, ધ કાશ્મીર ફાઇલ્સ અને અન્ય ઘણી ફિલ્મોના લાઇફટાઇમ કલેક્શન રેકોર્ડ તોડી નાખ્યા છે. ઘરેલુ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવનાર આ ફિલ્મે હવે નવો રેકોર્ડ બનાવતા 500 કરોડનો જાદુઈ આંકડો પાર કરી લીધો છે. આટલું જ નહીં વર્લ્ડ વાઈડ ફિલ્મ પણ 1000 કરોડની ક્લબમાં સામેલ થવાથી થોડાક જ ડગલાં દૂર છે. તમને જણાવી દઈએ કે એક્શન થ્રિલરમાં શાહરૂખ ખાન સિવાય દીપિકા પાદુકોણ, જોન અબ્રાહમ, આશુતોષ રાણા અને ડિમ્પલ કાપડિયાએ મહત્વની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ યશ રાજ બેનરના સ્પાય યુનિવર્સનો હપ્તો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
Happy new year 2025: અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Happy New Year 2025: ગુજરાત-દેશ અને દુનિયામાં આતશબાજી સાથે નવા વર્ષ 2025નું જોરદાર સ્વાગતHun To Bolish : હું તો બોલીશ : નગર નહીં 'નર્ક' પાલિકા!Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગઈ મારી જમીન?Bhavnagar Police : આગચંપી અને તોડફોડ કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
Happy new year 2025: અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Nostradamus Prediction 2025: નાસ્ત્રેદમસે વર્ષ 2025ને લઈ કરી છે આ મોટી ભવિષ્યવાણીઓ 
Nostradamus Prediction 2025: નાસ્ત્રેદમસે વર્ષ 2025ને લઈ કરી છે આ મોટી ભવિષ્યવાણીઓ 
બજારમાં આવવાની હતી કેન્સર-ડાયાબિટીસની નકલી દવા, CDSCOએ 6.6 કરોડની ફેક મેડિસિન કરી જપ્ત 
બજારમાં આવવાની હતી કેન્સર-ડાયાબિટીસની નકલી દવા, CDSCOએ 6.6 કરોડની ફેક મેડિસિન કરી જપ્ત 
ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો 
Embed widget