શોધખોળ કરો

વિવાદોમાં ઘેરાયેલા 'સડક 2'ના ટ્રેલર પર કંગના રનૌતે કરી જોરદાર કૉમેન્ટ, થઇ રહી છે વાયરલ

આ ટ્રેલરમાં આલિયા ભટ્ટનો એક ડાયલોગ છે, જેમાં તે કહી રહી છે કે ફેક ગુરુઓના કારણે મે ઘણુ ગુમાવ્યુ છે. હવે આ ડાયલૉગને લઇને વિવાદ થયો છે

મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બૉલીવુડમાં નેપૉટિઝ્મને લઇને ચર્ચાએ જોર પકડ્યુ છે. સ્ટાર કિડ્સ અને ખાસ કરીને આલિયા ભટ્ટ ફેન્સના નિશાને છે. સોશ્યલ મીડિયા પર આ લોકોનો ખુબ વિરોધ થઇ રહ્યો છે. તાજેતરમાં જ આલિયા ભટ્ટની ફિલ્મ 'સડક 2'નુ ટ્રેલર રિલીઝ થયુ છે. ખાસ વાત છે કે આ ટ્રેલરે વર્લ્ડ રેકોર્ડ બનાવી લીધો છે, એટલે આ ટ્રેલરને યુટ્યૂબ પર લાઇક્સને બદલે રેકોર્ડ ડિસ્લાઇક મળી રહી છે,ડિસ્લાઇકમાં 'સડક 2'ના ટ્રેલરે રેકોર્ડ નોંધાવી દીધો છે. આ ટ્રેલરમાં આલિયા ભટ્ટનો એક ડાયલોગ છે, જેમાં તે કહી રહી છે કે ફેક ગુરુઓના કારણે મે ઘણુ ગુમાવ્યુ છે. હવે આ ડાયલૉગને લઇને વિવાદ થયો છે. વિવાદોમાં ઘેરાયેલા 'સડક 2'ના ટ્રેલર પર કંગના રનૌતે કરી જોરદાર કૉમેન્ટ, થઇ રહી છે વાયરલ આ મામલે એક્ટ્રેસ કંગના રનૌતે પણ આલિયા ભટ્ટ પર નિશાન સાધ્યુ છે, કંગનાએ એક ટ્વીટને રિટ્વીટ કરતા લખ્યું- બહુજ શાનદાર વાત પકડી છે, શું આ ગુરુઓને મૌલવી કે કૈલાશ સ્કેન્ડલથી કે પછી મક્કા સ્કેન્ડલથી બદલી શકાય છે. શું સાધુઓની લિચિંગના મામલે આને કઇ લેવાદેવા છે, જે હજુ તપાસનો વિષય છે? શુ પાકિસ્તાની દલાલોને ધાર્મિક નફરત અને તપાસના વિષયો પર ટિપ્પણી કરવાની પરવાનગી આપવામાં આવે છે. કંગનાનુ ટ્વીટ હાલ ખુબ વાયરલ થઇ રહ્યું છે. અત્યારે આલિયા ભટ્ટ વિરુદ્ધનો ગુસ્સો સોશ્યલ મીડિયા પર સડક-2ના ટ્રેપર પર દેખાઇ રહ્યો છે, બુધવારે રિલીઝ થયેલા આ ટ્રેલરને 5 કલાકમાં 12 લાખથી વધુ ડિસ્લાઇક્સ મળી છે. વિવાદોમાં ઘેરાયેલા 'સડક 2'ના ટ્રેલર પર કંગના રનૌતે કરી જોરદાર કૉમેન્ટ, થઇ રહી છે વાયરલ જાગરણ ન્યૂઝની હિન્દી વેબસાઇટ પર છપાયેલા અહેવાલ પ્રમાણે, સડક-2ને લોકો સોશ્યલ મીડિયા પર ડિસ્લાઇક કરી રહ્યાં છે. સડક-2નુ ટ્રેલર ફૉક્સ સ્ટાર ઇન્ડિયાએ લગભગ 11 વાગે પોતાના યુટ્યૂબ પર શેર કર્યુ હતુ. સાંજે 4 વાગ્યા સુધી ટ્રેલરને 23 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા હતા, જ્યારે માત્ર 90 હજાર લોકોએ આને પસંદ કર્યુ અને 1.2 મિલિયન એટલે કે 12 લાખથી વધુ લોકોએ આને ડિસ્લાઇક કર્યુ છે. સડક-2 ફિલ્મને મહેશ ભટ્ટે નિર્દેશિત કરી છે, ફિલ્મમાં આદિત્ય રૉય કપૂર અને આલિયા ભટ્ટની સાથે સંજય દત્ત મુખ્ય સ્ટાર કાસ્ટમાં સામેલ છે. ફિલ્મ 28 ઓગસ્ટે ડિઝ્ની પ્લસ હૉટસ્ટર પર રિલીઝ થવાની છે. સડક-2ની સાથે મહેશ ભટ્ટ લગભગ બે દાયકા બાદ નિર્દેશનમાં પરત ફર્યા છે. તેમને 1999માં છેલ્લી ફિલ્મ કારતૂસ નિર્દેશિત કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget