શોધખોળ કરો
Advertisement
કરીના નહોતી ઇચ્છતી સારા અને સુશાંત રિલેશનમાં રહે, જાણો કોણે કર્યો ચોંકાવનારો આ દાવો?
કરીના કપૂરે સારા અલી ખાનને કહ્યું હતું કે, તે પોતાના પ્રથમ કો-સ્ટાર (સુશાંત સિંહ)સાથે ડેટ ના કરે.
મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ કંગના રનૌત બોલિવૂડ પર અનેક આરોપો લગાવી રહી છે. તેણે કહ્યું કે, બોલિવૂડ પર મૂવી માફીયાઓનું રાજ છે. તેણે આ મૂવી માફીયાઓ અને કરણ જૌહર, મહેશ ભટ્ટ અને આદિત્ય ચોપરા જેવા ફિલ્મ મેકર્સ અને પ્રોડ્યુસર્સ પર સુશાંતનું કરિયર ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો.
તાજેતરમાં જ એક ટીવી ચેનલ ઇન્ટરવ્યૂમાં કંગનાએ કહ્યું કે, બોલિવૂડમાં આ લોકો સુશાંત સિંહ રાજપૂત સાથે કેવો વ્યવહાર કરતા હતા. કંગનાએ કહ્યું કે, આ મૂવી માફીયાઓ કેટલાક મીડિયાવાળાઓને બોલાવતા હતા અને તેમને કોઇ પણ વ્યક્તિ વિરુદ્ધ બકવાસ વાતો લખાવતા હતા. તેણે સુશાંત ઉપર લખાયેલા રિપોર્ટનું ઉદાહરણ આપ્યું હતું. આ લોકોએ સુશાંતના ચરિત્રનું ચીરહરણ કર્યું અને તેને બળાત્કારી ગણાવ્યો જેનાથી તેનું અને સારા અલી ખાનનું બ્રેકઅપ થઇ જાય. સાથે જ સુશાંત પર પ્રતિબંધ પણ લગાવ્યો.
કંગનાએ દાવો કર્યો હતો કે કરીના કપૂરે સારા અલી ખાનને કહ્યું હતું કે, તે પોતાના પ્રથમ કો-સ્ટાર (સુશાંત સિંહ)સાથે ડેટ ના કરે. કંગનાએ કહ્યું કે, સુશાંત સારાને ડેટ કરી રહ્યો હતો ત્યારે આ લોકો તેઓનું બ્રેકઅપ કરાવવા માંગતા હતા. એટલે સુધી કે કરીનાએ જ સારાને કહ્યું હતું કે, તે પોતાના પ્રથમ હીરો સાથે ડેટ ના કરે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement