શોધખોળ કરો
Kaun Banega Crorepati 12: નાઝિયા નસીમ બની આ સીઝનની પ્રથમ કરોડપતિ, શું હવે 7 કરોડનો જેકપોટ જીતશે ?
નાઝિયાએ આ શોમાં એક કરોડ રૂપિયા જીતી લીધાં છે. રસપ્રદ વાત એ છે કે, નાઝિયા એક કરોડની રકમ જીત્યા બાદ પણ ગેમ રમી રહી છે અને 7 કરોડના પ્રશ્ન સુધી પહોંચી ગઈ છે.
મુંબઈ: ટીવીના સૌથી લોકપ્રિય શો કૌન બનેગા કરોડપતિની સીઝન 12માં ભાગ લઈને હોટસીટ પર પહોંચનારા ઘણા સ્પર્ધકો પોતાના નોલેજના દમ પર મોટી રકમ જીતીને પોતાની કિસ્મત ચમકાવી રહ્યાં છે. તેની વચ્ચે એક સ્પર્ધક નાઝિયા નસીમે કેબીસીના સેટ પર ઈતિહાસ રચી દીધો છે. નાઝિયા આ સીઝનની પ્રથમ કરોડપતિ હરીફ બની ગઈ છે.
નાઝિયાએ આ શોમાં એક કરોડ રૂપિયા જીતી લીધાં છે. રસપ્રદ વાત એ છે કે, નાઝિયા એક કરોડની રકમ જીત્યા બાદ પણ ગેમ રમી રહી છે અને 7 કરોડના પ્રશ્ન સુધી પહોંચી ગઈ છે. જો કે, તેણે સાત કરોડના સવાલનો જવાબ જીત્યો છે કે નહીં તેનો ખુલાસો અત્યારે નહીં થાય.
કેબીસીના નિર્માતાઓ દ્વારા શોનો પ્રોમો રજૂ કરવામાં આવ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે નાઝિયાએ એક કરોડના સવાલનો સાચો જવાબ આપ્યો છે. બીગ બીએ તેની સામે 7 કરોડનો પ્રશ્ન મૂક્યો છે. હવે જોવાનું એ છે કે શું નાઝિયા 7 કરોડનો પ્રશ્નનો જવાબ સાચો આપશે કે નહીં ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement