Sidharth Malhotra And Kiara Advani : સિદ્ધાર્થ મલ્હોત્રા બન્યો પિતા, કિયારા અડવાણીએ દિકરીને જન્મ આપ્યો
કિયારા અડવાણીએ એક દિકરીને જન્મ આપ્યો છે. જોકે આ દંપતીએ હજુ સુધી સત્તાવાર પોસ્ટ શેર કરી નથી.

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા પેરેન્ટ્સ બન્યા છે. તાજેતરમાં જ અભિનેત્રી પરિવાર સાથે હોસ્પિટલની બહાર જોવા મળી હતી. પરંતુ હવે અહેવાલો સામે આવ્યા છે કે કિયારા અડવાણીએ એક દિકરીને જન્મ આપ્યો છે. જોકે આ દંપતીએ હજુ સુધી સત્તાવાર પોસ્ટ શેર કરી નથી. પરંતુ ચાહકોમાં ખુશીની લહેર જોવા મળી છે અને તેઓ દંપતીને અભિનંદન આપતા જોવા મળી રહ્યા છે. જે લોકો જાણતા નથી, તેમને જણાવી દઈએ કે આ કિયારા અને સિદ્ધાર્થનું આ પ્રથમ બાળક છે. મેટ ગાલા હોય કે સોશિયલ મીડિયા પરના ફોટા, વોર 2 અભિનેત્રી ઘણીવાર તેની ગર્ભાવસ્થાની સફરનો આનંદ માણતી જોવા મળતી હતી.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે કિયારા અડવાણીએ લગભગ ત્રણ વર્ષ ડેટ કર્યા પછી 2023 માં રાજસ્થાનમાં ખૂબ જ ધામધૂમથી સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા હતા.કિયારાએ 28 ફેબ્રુઆરીએ ચાહકો સાથે તેની પ્રેગ્નેન્સીના સારા સમાચાર શેર કર્યા હતા.
View this post on Instagram
કિયારા અને સિદ્ધાર્થ પહેલી વાર એક પાર્ટીમાં મળ્યા હતા. આ પછી, બંને એકબીજાના સારા મિત્રો બની ગયા, ધીમે ધીમે આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી. વર્ષ 2023 માં, કિયારા અને સિદ્ધાર્થે રાજસ્થાનમાં શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા. કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ ફિલ્મ શેરશાહમાં જબરદસ્ત અભિનય કર્યો હોવાનું જાણીતું છે. કિયારાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે ટૂંક સમયમાં ફિલ્મ વોર 2 માં જોવા મળશે. સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ પરમ સુંદરી ટૂંક સમયમાં રિલીઝ થશે.
બોલીવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા એક્ટ્રેસ જાહ્નવી કપૂર સાથે રોમેન્ટિક કોમેડી પરમ સુંદરીમાં જોવા મળશે. જ્યારે બોલીવૂડ એક્ટ્રેસ કિયારા પાસે મોટા બજેટની ફિલ્મ વોર 2 છે જેમાં ઋતિક રોશન અને જુનિયર NTR છે. આ ફિલ્મ 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસે રિલીઝ થશે.






















