Kiara Advani : તો શું બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી છે પ્રેગ્નેન્ટ?
આ વર્ષની શરૂઆતમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કરનાર કિયારા અડવાણી ગર્ભવતી છે? કિયારા અડવાણીની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી છે, જેમાં તે કાર્તિક આર્યન સાથે જોવા મળી રહી છે.
Bollywood Actress Pregnant : બોલિવૂડમાં છેલ્લા કેટલાક સમયથી વિચિત્ર ટ્રેન્ડ શરૂ થયો છે. જે પ્રમાણે અભિનેત્રીઓ લગ્નના બે-ચાર મહિનામાં જ ગર્ભવતી બની જાય છે. તારેજતરમાં જ અભિનેત્રી સ્વરા ભાસ્કરે આ બાબતને લઈને જાહેરાત કરી હતી. આ અગાઉ નેહા ધૂપિયા સહિતની અભિનેત્રીઓ સાથે પણ કંઈક આવું જ બન્યું હતું. હવે વધુ એક અભિનેત્રી તેના લગ્નના ગણતરીના મહિના બાદ પ્રેગ્નેન્ટ હોવાની અફવાઓએ જોર પકડ્યું છે.
આ વર્ષની શરૂઆતમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કરનાર કિયારા અડવાણી ગર્ભવતી છે? કિયારા અડવાણીની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી છે, જેમાં તે કાર્તિક આર્યન સાથે જોવા મળી રહી છે. આ ફોટા જોયા બાદ જ અભિનેત્રીના ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે, કિયારા અને સિદ્ધાર્થ જલ્દી જ ચાહકોને સારા સમાચાર આપી શકે છે. કિયારા અને સિદ્ધાર્થે 7 ફેબ્રુઆરીએ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં શાહી શૈલીમાં લગ્ન કર્યા હતાં અને હવે કિયારાની પ્રેગ્નન્સીના સમાચારે જોર પકડ્યું છે.
હકીકતમાં કાર્તિક આર્યન દ્વારા કિયારા અડવાણી સાથે શેર કરવામાં આવેલી તસવીરોમાં અભિનેત્રી પ્લાઝો, ક્રોપ ટોપ અને જેકેટમાં જોવા મળી રહી છે. આ તસવીર કાર્તિક અને કિયારાના જયપુર પ્રવાસની છે. બંને પોતાની ફિલ્મના પ્રમોશન માટે જયપુર પહોંચ્યા હતા. કાર્તિકે શેર કરેલી તસવીરોમાં અભિનેત્રીનું પેટ થોડું મોટું થયેલું દેખાય છે. જેને જોઈને અભિનેત્રીના ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે, તે માતા બનવાની છે. જો કે અત્યાર સુધી આ અટકળો પર અભિનેત્રી તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે, કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા 'શેર શાહ'માં સાથે જોવા મળ્યા હતા. ત્યારથી બંને એકબીજાના પ્રેમમાં પડ્યા અને એકબીજાને ડેટ કરવા લાગ્યા. પરંતુ, લગ્નના દિવસ સુધી દંપતીએ તેમના સંબંધો પર મૌન સેવ્યું હતું. બંનેએ તેમની પ્રી-વેડિંગ સેરેમનીની તસવીરો પણ શેર કરી નહોતી. તેમના લગ્નમાં કરણ જોહર, શાહિદ કપૂર, મીરા રાજપૂત અને જુહી ચાવલા સહિત ઇન્ડસ્ટ્રીના માત્ર કેટલાક સ્ટાર્સ જ હાજર રહ્યા હતા.
View this post on Instagram
અગાઉ કાર્તિક આર્યન અને કિયારા અડવાણી 'ભૂલ ભુલૈયા 2'માં સાથે જોવા મળ્યા હતા અને ફિલ્મને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મમાં બંનેની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી અને તેમની જોડીને પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી. હવે ફરી એકવાર કાર્તિક-કિયારા સાથે જોવા મળશે. બંને 'સત્યપ્રેમ કી કથા'માં સાથે જોવા મળશે અને આ ફિલ્મ 29 જૂને રિલીઝ થઈ રહી છે. આ દિવસોમાં કાર્તિક-કિયારા સાથે આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ કનેક્શનમાં કાર્તિક અને કિયારા પિંક સિટી એટલે કે જયપુર પહોંચ્યા હતા, જ્યાં બંને સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા.