![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
Laal Singh Chaddha ફિલ્મની સ્ટારકાસ્ટે તેમના અભિનય માટે આટલા કરોડની ફી વસુલી...
હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'એ ઓસ્કાર વિજેતા હોલીવુડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની રીમેક છે. આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે.
![Laal Singh Chaddha ફિલ્મની સ્ટારકાસ્ટે તેમના અભિનય માટે આટલા કરોડની ફી વસુલી... Laal Singh Chaddha Starcast Fees Aamir Khan Kareena Kapoor Naga Chaitanya Laal Singh Chaddha ફિલ્મની સ્ટારકાસ્ટે તેમના અભિનય માટે આટલા કરોડની ફી વસુલી...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/11/9cf7110df616b1f1f6a5799ec3e4dd4d1660194175266353_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Laal Singh Chaddha Starcast Whopping Amount: હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'એ ઓસ્કાર વિજેતા હોલીવુડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની રીમેક છે. આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને લઈને ભારે ઉત્તેજના અને ચર્ચા જોવા મળી હતી. આમિર ખાને એક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ફિલ્મને બનાવવામાં ઘણા વર્ષોની મહેનત લાગી છે અને લગભગ 250 લોકોએ તેના પર સતત કામ કર્યું છે. ચાલો જાણીએ કે, ફિલ્મના પાત્રોએ પોતપોતાના રોલ માટે કેટલી ફી લીધી છે.
આમિર ખાન:
ફિલ્મમાં આમિર ખાને એક શીખ છોકરાનું પાત્ર ભજવ્યું છે જેનું આઈક્યુ લેવલ ઓછું છે, પરંતુ તે ભાવનાઓની સમજ ધરાવે છે. રિપોર્ટ્સનું માનીએ તો આમિર ખાને આ રોલ માટે 50 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.
કરીના કપૂર:
કરીના કપૂરે આ ફિલ્મમાં આમિરની પ્રેમિકા રૂપા ડિસોઝાની ભૂમિકા ભજવી હતી. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, કરીના કપૂરે ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા માટે 8 કરોડ રૂપિયા ફી લીધી છે.
નાગા ચૈતન્યઃ
સાઉથના સુપરસ્ટાર નાગા ચૈતન્યએ ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાથી બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. આમાં તેણે આમિર ખાનના મિત્રનું પાત્ર ભજવ્યું હતું. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, નાગા ચૈતન્યએ આ ફિલ્મ માટે 6 કરોડ રૂપિયા ફી લીધી છે.
મોના સિંહઃ
આમિર ખાન એટલે કે 'લાલ'ની માતા બનેલી મોના સિંહની આ ફિલ્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ માટે મોના સિંહે 2 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.
માનવ વિજઃ
ફિલ્મમાં સપોર્ટિંગ રોલમાં જોવા મળેલા માનવ વિજને રિપોર્ટ્સ અનુસાર 1 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
લાલ સિંહ ચઢ્ઢાની કમાણી 50 કરોડને પારઃ
ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો 11 ઓગસ્ટના રોજ રીલિઝ થયેલી આ ફિલ્મ તેના પહેલા વીકએન્ડ પર કંઈ ખાસ દમ બતાવી શકી નથી. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મે બુધવારે 2 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. તે મુજબ ફિલ્મ 7માં દિવસે ભારે સંઘર્ષ બાદ 50 કરોડ સુધી પહોંચી ગઈ છે.
આ પણ વાંચોઃ
વાહન ચાલકો માટે સારા સમાચાર :CNGના ભાવમાં ધરખમ ઘટાડો, જાણો કેટલી કિંમત ઓછી થઇ?
Bank Holidays in August: આજથી બેંકો સતત 4 દિવસ બંધ રહેશે, જુઓ સંપૂર્ણ યાદી, આ દિવસોમાં રહેશે રજાઓ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)