શોધખોળ કરો

Madhubala : જલ્દી જ મધુબાલાના જીવન પર ફિલ્મ બનશે, અભિનેત્રીની બહેને આપી મંજૂરી

Madhubala Biopic : બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક મધુબાલાના જીવન પર બાયોપિક ફિલ્મ બનવા જઈ રહી છે.

Madhubala Film : બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક મધુબાલાની જીવનની  કહાની ટૂંક સમયમાં મોટા પડદા પર જોવા મળવાની છે. હિન્દી સિનેમામાં તે માત્ર તેના શાનદાર અભિનય માટે જ નહીં પરંતુ તેની અપાર સુંદરતા માટે પણ જાણીતી હતી. તે પોતાની કારકિર્દીમાં ઘણી સફળ રહી હતી અને તેણે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તેમનું અંગત જીવન ઉતાર-ચઢાવથી ભરેલું હતું.

મધુબાલાના જીવનમાં ઘણી ન સાંભળેલી વાતો છે, જે લોકો નથી જાણતા. આવી સ્થિતિમાં હવે તેમના જીવન સાથે જોડાયેલી દરેક વાર્તાને ફિલ્મ દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવશે. તમને જણાવી દઈએ કે મધુબાલાની બાયોપિક ટૂંક સમયમાં જ બનશે.

મધુબાલાની બહેને ફિલ્મ બનાવવાની મંજૂરી આપી
દિવંગત અભિનેત્રીની બહેન માધુરી બ્રિજભૂષણે શક્તિમાનના નિર્માતા સાથે મળીને આ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે. અભિનેત્રીની બહેને તેની બહેનના જીવન પર આધારિત આ ફિલ્મ બનાવવા માટે પ્રશાંત સિંહ અને માધુર્યા વિનયની બ્રુઇંગ થોટ્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે ભાગીદારી કરી છે. મધુબાલા વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ અને બ્રુઈંગ થોટ્સ પ્રાઈવેટ લિમિટેડ આ બાયોપિક સાથે મળીને પ્રોડ્યુસ કરશે.

રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મમાં લીડ રોલ કરવા માટે અભિનેત્રી અને ફિલ્મમેકર સાથે પણ વાતચીત ચાલી રહી છે. પ્રખ્યાત અભિનેત્રીની આ બાયોપિક ફિલ્મ આવતા વર્ષ સુધીમાં રિલીઝ થઈ શકે છે.

દિલીપ કુમાર સાથે બ્રેકઅપ, કિશોર કુમાર સાથે લગ્ન 
મધુબાલા એક સમયે ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા દિલીપ કુમાર સાથે ગંભીર સંબંધમાં હતી. જોકે, તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. બ્રેકઅપ પછી મધુબાલાએ ગાયક, અભિનેતા કિશોર કુમાર સાથે લગ્ન કર્યા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મધુબાલાને હૃદયની બિમારી હતી અને અભિનેત્રીના પરિવારના સભ્યો ઇચ્છતા હતા કે તે તેની સારવાર પૂરી કર્યા પછી જ કિશોર કુમાર સાથે લગ્ન કરે. જોકે, દિલીપ કુમાર સાથેના બ્રેકઅપથી મધુબાલા એટલી હર્ટ થઈ ગઈ હતી કે તેણે તરત જ ગાયક સાથે લગ્ન કરી લીધા હતા.

બીમારીની જાણ બાદ કિશોર દૂર રહેવા લાગ્યા 
કહેવાય છે કે કિશોર કુમારને લગ્ન બાદ મધુબાલાની બીમારીની જાણ થતાં જ તેણે અભિનેત્રીથી દૂરી રાખવાનું શરૂ કરી દીધું હતું. હકીકતમાં, ડૉક્ટરોએ મધુબાલાને કહ્યું હતું કે તેમની પાસે ઓછો સમય બચ્યો છે. આ પછી, કિશોર કુમારે અભિનેત્રીને બંગલામાં શિફ્ટ કરી અને તેની સંભાળ રાખવા માટે એક નર્સ અને ડ્રાઇવરને રાખ્યો.

 છેલ્લો સમય અત્યંત એકલતામાં પસાર થયો 
મધુબાલાની બહેન મધુર ભૂષણ અનુસાર, કિશોર મહિનામાં એક કે બે વાર તેની બીમાર પત્નીને મળવા જતો હતો. મધુર કહે છે કે મધુબાલા તેના છેલ્લા દિવસોમાં ખૂબ જ એકલી પડી ગઈ હતી અને તેનો છેલ્લો સમય અત્યંત એકલતામાં પસાર થયો હતો. અભિનેત્રીએ માત્ર 36 વર્ષની ઉંમરે બીમારી સામે લડતા અંતિમ શ્વાસ લીધા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર

વિડિઓઝ

Congress Protest: ગાંધીનગરમાં ટાઈફોઈડ વકરતા કોંગ્રેસનો મનપા કચેરીએ હોબાળો
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
Mahesh Vasava Join Congress: ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર
Rajkot News: ગાંધીનગરમાં ઈન્દોરવાળી બાદ રાજકોટ મહાપાલિકા એકશનમાં
Surat News: સુરતમાં પાટીદાર સગીરાને ભગાડી જવાના કેસમાં પોલીસને મળી સફળતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
ઓછા પૈસામાં મોટો ધમાકો! 2026 માં Airtel નો સૌથી શાનદાર પ્લાન, જાણો તેના વિશે
ઓછા પૈસામાં મોટો ધમાકો! 2026 માં Airtel નો સૌથી શાનદાર પ્લાન, જાણો તેના વિશે
Embed widget