Movie: અક્ષય કુમારનું મરાઠી ડેબ્યૂ, પહેલી ફિલ્મમાં કરશે છત્રપતિ શિવાજી મહારાજનો રૉલ, જાણો વિગતે
અક્ષયકુમારની આ પહેલી મરાઠી ફિલ્મ વિશે મુંબઈમાં એક ઈવેન્ટમાં અક્ષયની હાજરીમાં આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી.
મુંબઇઃ બૉલીવુડ સુપરસ્ટાર અક્ષયકુમાર (Akshay Kumar)ના ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે, બૉક્સ ઓફિસ પર તેની ફિલ્મોને જબરદસ્ત કમાલ જોવા મળે છે. હવે તે બૉલીવુડથી આગળ મરાઠી ફિલ્મો ડેબ્યૂ કરવા જઇ રહ્યો છે. રિપોર્ટ છે કે, તેની પહેલી ફિલ્મ છત્રપતિ શિવાજી મહારાજની હશે, તે ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજોનો રૉલ કરતો દેખાશે. તાજેતરમાં જ એક્ટર અક્ષયકુમારે પૃથ્વીરાજ ચૌહાણનો રૉલ કર્યો હતો. પરંતુ હવે મરાઠી ફિલ્મમાં કામ કરશે, આ ફિલ્મનુ નામ વેડાત મરાઠે વીર દૌડલે સાત છે, અને આને મહેશ માંજરેકર નિર્દેશન કરી રહ્યાં છે.
અક્ષયકુમારની આ પહેલી મરાઠી ફિલ્મ વિશે મુંબઈમાં એક ઈવેન્ટમાં અક્ષયની હાજરીમાં આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. આ ફિલ્મ વીર યૌદ્ધા છત્રપતિ શિવાજી મહારાજ ઉપર બનશે, અને અક્ષય શિવાજી મહારાજના રૉલમાં દેખાશે. આ મરાઠી ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુમાં પણ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થવાની સંભાવના છે.
View this post on Instagram
થોડા સમય પહેલાં જ રિલીઝ થયેલી અક્ષયની 'સમ્રાટ પૃથ્વીરાજ' ભારે ફ્લોપ ગઈ હતી. અક્ષય કુમાર બહુ જ નાની વયે વીરગતિને પ્રાપ્ત થયેલા સમ્રાટ પૃથ્વીરાજની ભૂમિકાને ન્યાય આપી શક્યો ન હતો. મધ્યકાલીન રાજાના રોલમાં તની પસંદગી જ ખોટી હોવાની ટાકાઓ ત્યારે વ્યાપક રીતે થઈ હતી. તેની આ દિવાળીએ રિલીઝ થયેલી 'રામસેતુ' પણ નિષ્ફળ ગઈ છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram