Bollywood : ...તો તાજ મહેલ અને લાલ કિલ્લો તોડી નાખો : નસીરુદ્દીન શાહે છેડ્યો વિવાદ
એક ખાસ વાતચીતમાં નસીરુદ્દીન શાહે કહ્યું હતું કે, જ્યાં લોકો પાસે ઈતિહાસ વિશે સાચી માહિતી અને સાચી દલીલો નથી ત્યાં નફરત અને ખોટી માહિતીનું સામ્રાજ્ય છે.
Naseeruddin Shah Controversial Statement: બોલિવુડ અભિનેતા નસીરુદ્દીન શાહ જેટલો મશહુર છે તેટલો જ અવારનવાર પોતાના બેફામ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. ફરી એકવાર અભિનેતા કંઈક એવું કહ્યું છે જે લોકો ગળે ના ઉતરે. નસીરુદ્દીન શાહની વેબ સિરીઝ 'તાજઃ ડિવાઈડેડ બાય બ્લડ' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આ સિરીઝના રિલીઝ પહેલા અભિનેતાએ મુઘલોને વિનાશક ગણાવવા પર નારાજગી વ્યક્ત કરી છે.
નસીરુદ્દીન 'તાજઃ ડિવાઈડ બાય બ્લડ' વેબ સિરીઝમાં જોવા મળશે
એક ખાસ વાતચીતમાં નસીરુદ્દીન શાહે કહ્યું હતું કે, જ્યાં લોકો પાસે ઈતિહાસ વિશે સાચી માહિતી અને સાચી દલીલો નથી ત્યાં નફરત અને ખોટી માહિતીનું સામ્રાજ્ય છે. કદાચ આ જ કારણ છે કે દેશનો એક વર્ગ હવે ભૂતકાળને ખાસ કરીને મુઘલ સામ્રાજ્યને દોષી ઠેરવે છે અને મને તેના પર ગુસ્સો નહીં પણ હસવું આવે છે.
"જો મુઘલ સામ્રાજ્ય આટલું ભયંકર, આટલું વિનાશક હતું ..."
તેમણે આગળ કહ્યું હતું કે, જો મુઘલ સામ્રાજ્ય આટલું જ ભયંકર, વિનાશક હતું તો તેનો વિરોધ કરનારાઓ તેમના દ્વારા બનાવવામાં આવેલા સ્મારકોને કેમ તોડી નાખતા નથી? જો તેઓએ જે કંઈ કર્યું તે ભયંકર હતું તો તાજમહેલ તોડી નાખો, લાલ કિલ્લો તોડી નાખો, કુતુબ મિનાર તોડી નાખો. લાલ કિલ્લાને એક મુઘલે બાંધ્યો હતો તો પછી આપણે તેને પવિત્ર કેમ માનીએ છીએ? આપણે તેમનો મહિમા કરવાની જરૂર નથી કે આપણે તેમને બદનામ કરવાની જરૂર નથી.
નસીરુદ્દીન શાહે આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે સરકારના મંત્રીઓ મુઘલ યુગની સતત ટીકા કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી નામ બદલવાની કવાયત ચાલી રહી છે. રાષ્ટ્રપતિ ભવનમાં આવેલા ઐતિહાસિક મુઘલ ગાર્ડનનું નામ પણ બદલીને અમૃત ઉદ્યાન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, અભિનેતાની વેબ સિરીઝ 'તાજઃ ડિવાઈડેડ બાય બ્લડ' ZEE5 પર રીલિઝ થવા જઈ રહી છે. જેમાં નસીરુદ્દીન શાહે રાજા અકબરની ભૂમિકા ભજવી છે. શ્રેણીની વાર્તા મુઘલ સામ્રાજ્યના બંધ ઓરડામાં સત્તાની રમત અને અનુગામીની પસંદગી પર છે.
અભિનેતા નસીરુદ્દીન શાહની તબિયતને લઇને ફેલાઇ અફવા, દીકરાએ કહ્યું- 'દુઆ કર રહે હૈ'
સળંગ બે દિવસ બૉલીવુડના બે દિગ્ગજોના નિધનના કારણે ફેન્સ શોકમાં છે, ત્યારે સોશ્યલ મીડિયા પર વધુ એક અફવા ફેલાઇ ગઇ. આ વાતથી પરેશાન દીકરાએ ખુદ પોતાના પિતાની તબિયતને લઇને સ્પષ્ટતા કરી હતી. સોશ્યલ મીડિયા પર અફવા ફેલાઇ ગઇ કે, અભિનેતા નસીરુદ્દીન શાહ બિમાર છે, અને તેમને ક્રિટિકલ કંડીશનમાં હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. જોકે, આ સમાચાર માત્ર એક અફવા નીકળ્યા હતા. આ વાતની પુષ્ટિ ખુદ અભિનેતાના દીકરા વિવાન શાહે કરી હતી. જેવુ દીકરા વિવાન શાહને ખબર પડી તો તેમને ટ્વીટ મારફતે બધુ સ્પષ્ટ કરી દીધુ. વિવાને શાહે ટ્વીટ કર્યુ, બધુ ઠીક છે, બાબા એકદીમ ઠીક છે, તેમના સ્વાસ્થ્યને લઇને કરવામાં આવી રહેલી વાતો ખોટી છે, અફવા છે. તે ઇરફાન અને ચિંટુજી માટે દુઆ કરી રહ્યાં છે. તે બન્નેને ખુબ યાદ કરી રહ્યાં છે. તેમને બન્ને પરિવારો માટે સંવેદના વ્યક્ત કરી છે. અમે બધા દિલથી બન્ને પરિવારો માટે દુઃખી છીએ, તેમના જવાથી મોટી ક્ષતિ થઇ છે.