શોધખોળ કરો
Advertisement
નેશનલ સ્ટોક એક્સચેન્જએ ટ્વિટર પર શેર કરી દીધી હોટ એક્ટ્રેસ મૌની રોયની તસવીરો, જાણો પછી શું થયું ?
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ શનિવારે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર અભિનેત્રી મૌની રોયની હોટ તસવીરો શેર કરી દીધી હતી.
મુંબઈ: નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ શનિવારે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર અભિનેત્રી મૌની રોયની હોટ તસવીરો શેર કરી દીધી હતી. જેને લઈને સોશિયલ મીડિયામાં ખળભળાટ મચી ગયો હતો. યૂઝર્સે આ ટ્વિટને લઈ મજાક બનાવવા લાગ્યા હતા. બાદમાં ભૂલનો અહેસાસ થયા બાદ NSEએ તરત તે ડિલિટ કરી દીધી અને સ્પષ્ટતા કરી હતી. પરંતુ ત્યાં સુધીમાં તો આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ.
નેશનલ સ્ટોક એક્સચેન્જે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર અભિનેત્રી મૌની રોયની જે તસવીરો શેર કરી હતી તે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. તસવીરોમાં મૌની રોય બ્લેક ડ્રેસમાં જોવા મળે છે.
ભૂલનું ભાન થતા NSEએ ટ્વીટ કરીને કહ્યું કે બપોરે 12:25 વાગે NSEના હેન્ડલ પર ભૂલથી એક ખોટી પોસ્ટ શેર થઈ ગઈ. તે NSEના એકાઉન્ટને સંભાળનારી એજન્સી દ્વારા થયેલી એક હ્યુમન એરર હતી અને કોઈ હેકિંગ થયું નથી. અસુવિધા બદલ અમારા ફોલોઅર્સની માંગીએ છીએ.
NSEએ માફી માંગી છતાં યૂઝર્સ તેને ટ્રોલ કરતા રહ્યા છે અને અનેક મીમ્સ શેર કર્યા છે. મૌની રોયની જે તસવીરો શેર કરી હતી તે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement