બોલિવૂડની એક્ટ્રેસ નોરા ફતેહીને થયો કોરોના, ઘરમાં થઇ આઇસોલેટ
પોતાના ઘરમાં જ આઇસોલેટ થઇ છે. તેનાના પ્રવક્તાએ એબીપી ન્યૂઝને જણાવ્યું કે એક્ટ્રેસનો રિપોર્ટ 28 ડિસેમ્બરના રોજ કોરોના પોઝિટીવ આવ્યો હતો
મુંબઇઃ સુપરહિટ ગીત ‘દિલબર.....દિલબર...’ સહિત અનેક ગીતમાં ડાન્સ કરનારી નોરા ફતેહીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. નોરા ફતેહી પોતાના ઘરમાં જ આઇસોલેટ થઇ છે. નોરા ફતેહીના પ્રવક્તાએ એબીપી ન્યૂઝને જણાવ્યું કે નોરા ફતેહીનો રિપોર્ટ 28 ડિસેમ્બરના રોજ કોરોના પોઝિટીવ આવ્યો હતો. નોરા કોરોનાના તમામ પ્રોટોકોલનું પાલન કરી રહી છે અને તેણે ડોક્ટરની સૂચના બાદ પોતાને ક્વોરેન્ટાઇન કરી દીધી છે. સુરક્ષા અને નિયમો અનુસાર તે બીએમસી સાથે સહયોગ કરી રહી છે.
નોરાના પ્રવક્તાએ નિવેદનમાં કહ્યું કે નોરા ફતેહીની જે તસવીરો 28 ડિસેમ્બરની બતાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરાઇ રહી છે તે વાસ્તવમાં અગાઉના એક કાર્યક્રમ સાથે જોડાયેલી છે. તાજેતરમાં જ નોરા ઘરેથી ક્યાંય પણ બહાર નીકળી નથી. એવામાં તમામને વિનંતી છે કે આ તસવીરોને નજરઅંદાજ કરવામાં આવે.
નોંધનીય છે કે નોરા ફતેહીએ સોશિયલ મીડિયા પર જાણકારી આપતા કહ્યું કે કોવિડે મને ખરાબ રીતે પ્રભાવિત કરી છે. હું છેલ્લા કેટલાક દિવસોથી ડોક્ટરોના નિર્દેશો અનુસાર આરામ કરી રહી છું. તમે લોકો પણ સુરક્ષિત રહો અને માસ્ક જરૂર પહેરો. કોરોના ઝડપથી ફેલાઇ રહ્યો છે અને તેનાથી લોકો અલગ અલગ રીતે પ્રભાવિત થઇ શકે છે.
આ પણ વાંચોઃ
Govt Jobs 2022: જો તમે અનુવાદક બનવા માંગતા હો, તો અહીં અરજી કરો, 10 પાસ યુવાનો માટે સુવર્ણ તક