Actress Injured : સેટ પર જ ઘાયલ થઈ અભિનેત્રી, આંખના ભાગે લેવા પડ્યા ટાંકા
વીડિયોમાં અભિનેત્રી જણાવી રહી છે કે તેને એક નાનકડો અકસ્માત થયો હતો. આ દરમિયાન તેને સામાન્ય ઈજા પણ થઈ હતી. નુસરતના ફેન્સને આ ઘટનાની જાણ થતાં જ તેઓ ચિંતામાં પડી ગયા હતા.
Nushrratt Bharuccha Injured : રામસેતુ ફિલ્મની અભિનેત્રી નુસરત ભરૂચા સેટ પર ઘાયલ થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. છોટી 2 ના સેટ પર અભિનેત્રીનો અકસ્માત થયો હતો. આ દરમિયાન તેને ઈજા થઈ હતી અને ટાંકા આવ્યા હતા. ઈન્સ્ટાગ્રામ પર ઈશિતા રાજે એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે નુસરત ભરૂચા સાથે ડોક્ટરના ક્લિનિકમાં જોવા મળે છે.
વીડિયોમાં અભિનેત્રી જણાવી રહી છે કે તેને એક નાનકડો અકસ્માત થયો હતો. આ દરમિયાન તેને સામાન્ય ઈજા પણ થઈ હતી. નુસરતના ફેન્સને આ ઘટનાની જાણ થતાં જ તેઓ ચિંતામાં પડી ગયા હતા. લોકો સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી અભિનેત્રીની હાલત વિષે જાણવા પ્રયાસ કરવા લાગ્યા હતાં.
સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં એક્ટ્રેસ ઈશિતા રાજ અને નુસરત ભરુચા જોવા મળે છે. ઈશિતાએ આ વીડિયો બનાવ્યો છે અને તે બતાવે છે કે નુસરત ઘાયલ છે. અભિનેત્રી ક્લિનિકમાં બેડ પર સૂઈ રહી છે અને ડૉક્ટર તેની ઈજા પર ટાંકા લઈ રહ્યા છે. આ દરમિયાન નુસરત કહે છે કે મને ટાંકા નાખવામાં આવી રહ્યા છે. આ અંગે ઈશિતા કહે છે કે તમારી આઈબ્રો પરનો આ કટ ખૂબ જ હોટ લાગે છે.
નુસરત ભરૂચાના ડોક્ટરે શું કહ્યું?
વીડિયોમાં નુસરતના ડૉક્ટર કહે છે કે, અભિનેત્રી જલ્દી સ્વસ્થ થઈ જશે. આ ઉઝરડો પણ દૂર થઈ જશે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જણાવવામાં આવી રહ્યું છે કે નુસરત ભરૂચા તેની આગામી ફિલ્મ છોરી 2નું શૂટિંગ કરી રહી હતી. તેને સેટ પર ઈજા થઈ હતી. તેના ચહેરા અને કોણીના ભાગે ઈજાઓ થઈ હતી.
અક્ષય કુમારની બીજી ફિલ્મમાં નુસરત ભરૂચા
નુસરત હાલમાં જ અક્ષય કુમાર સાથે રામસેતુ જેવી મોટી ફિલ્મમાં જોવા મળી હતી. હવે તેને અભિનેતા સાથે નવી ફિલ્મ સેલ્ફી પણ મળી ગઈ છે. સેલ્ફીમાં ઈમરાન હાશ્મી અને ડાયના પેન્ટી પણ જોવા મળશે. છોરી 2 નુસરતની આગામી ફિલ્મોમાં પણ સામેલ છે. છોરી વર્ષ 2021માં OTT પર રિલીઝ થઈ હતી જેનું નિર્દેશન વિશાલ ફુરિયા દ્વારા કરવામાં આવ્યું હતું.