Drishyam 2 ને મોટો ઝટકો, રિલીઝના દિવસે જ અહીંથી ફિલ્મ થઇ ઓનલાઇન લીક, જાણો
બૉલીવુડ લાઇફ અનુસાર, 'દ્રશ્યમ 2'ને તામિલ રૉકર્સ, ટેલીગ્રામ, ફિલ્મી જિલા અને મૂવીરુલ્સ જેવી પ્રતિબંધિત વેબસાઇટ પર ફૂલ એચડી ક્વૉલિટીમાં ઓનલાઇન લીક કરી દેવામાં આવી છે,

Drishyam 2 Online Leaked: બૉક્સ ઓફિસ પર પહેલા જ દિવસે ધમાલ મચાવનારી ફિલ્મ 'દ્રશ્યમ 2'ને પહેલા જ દિવસે મોટો ઝટકો લાગ્યો છે, ફિલ્મ પહેલા જ દિવસે ઓનલાઇન લીક થઇ ગઇ છે. રિપોર્ટ છે કે, ઓપનિંગ ડે પર 'દ્રશ્યમ 2' પાયરસીનો શિકાર થઇ ગઇ છે. જેના કારણે તામિલ રૉકર્સ જેવી કેટલીય પાયરસી વેબસાઇટ પર અજય દેવગન અને તબ્બૂની આ ફિલ્મ ઓનલાઇન લીક થઇ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, 18 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ડાયરેક્ટર અભિષેક પાઠકના નિર્દેશનમાં બનેલી 'દ્રશ્યમ 2' ખુબ ચર્ચામાં છે. અજય દેવગન અને તબ્બૂ સહિતના કેરેક્ટરના અભિનયની ખુબ પ્રસંશા થઇ રહી છે ત્યારે આ પ્રકારના સમાચાર દુઃખદ છે. ફિલ્મને ઓનલાઇન લીક થવાના કારણે કમાણીમા મોટો ઝટકો લાગી શકે છે.
'દ્રશ્યમ 2' ઓનલાઇન લીક થઇ
18 નવેમ્બર એટલે કે આજે રિલીઝ થયેલી 'દ્રશ્યમ 2'ને ફિલ્મ સમીક્ષકો તરફથી સારો રિસ્પૉન્સ મળી રહ્યો છે, ફેન્સ પણ આ ફિલ્મનો ખુબ ઇન્તજાર કરી રહ્યાં હતા, પરંતુ સિનેમાઘરોમા આવે તે જ દિવસે આ ફિલ્મ ઓનલાઇન લીક થઇ જવાના સમાચાર છે. ઓનલાઇન લીક થવાના કારણે ફિલ્મને મોટુ નુકશાન થઇ શકે છે.
બૉલીવુડ લાઇફના સમાચાર અનુસાર, 'દ્રશ્યમ 2'ને તામિલ રૉકર્સ, ટેલીગ્રામ, ફિલ્મી જિલા અને મૂવીરુલ્સ જેવી પ્રતિબંધિત વેબસાઇટ પર ફૂલ એચડી ક્વૉલિટીમાં ઓનલાઇન લીક કરી દેવામાં આવી છે, મેકર્સની ચિંતા હવે વધી છે, કેમકે આ ફિલ્મનો બૉક્સ ઓફિસ પર કલેક્શનમાં કાપ આવી શકે છે.
જાણો શું કહેવુ થાયે છે 'દ્રશ્યમ 2', કેવી છે અજય દેવગનના આ ફિલ્મ
ઉમૈર સંધુ તાજેતરમાં જ સેન્સર રૂમમાં 'દ્રશ્યમ 2' જોઈ હતી. તેણે ટ્વિટ કરીને આ ફિલ્મની જોરદાર પ્રશંસા કરી છે. તેણે પોતાના ટ્વીટમાં લખ્યું, “પ્રથમ સમીક્ષા. 'દ્રશ્યમ 2' એક સ્માર્ટ અને પ્રભાવશાળી સસ્પેન્સ ડ્રામા ફિલ્મ છે. ચોંકાવનારો ક્લાઈમેક્સ અને શાનદાર અભિનય એ ફિલ્મની યુએસપી છે. અજય દેવગણે આખો શો ચોરી લીધો છે. ફિલ્મને સંપૂર્ણ 3.5 સ્ટાર્સ."
દ્રશ્યમ 2 એ મલયાલમ ફિલ્મ મોહનલાલની રિમેક છે.
અજય દેવગન અભિનીત 'દ્રશ્યમ 2' એ મોહનલાલની બ્લોકબસ્ટર મલયાલમ ફિલ્મ 'દ્રશ્યમ 2'ની હિન્દી રિમેક છે. મોહનલાલની 'દ્રશ્યમ' તેલુગુ, તમિલ અને હિન્દી જેવી ઘણી ભાષાઓમાં રીમેક કરવામાં આવી હતી. તે જ સમયે, ફિલ્મનો બીજો ભાગ પણ મલયાલમ ભાષામાં રિલીઝ કરવામાં આવ્યો હતો, જે પછી તેને તેલુગુ અને હવે હિન્દીમાં રીક્રિએટ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે 'દ્રશ્યમ'ના ભાગ એકમાં 16 વર્ષના લાંબા અંતરાલ બાદ અજય દેવગન અને તબ્બૂ એક સાથે મોટા પડદા પર દેખાયા હતા. આવામાં તે હવે પોતાની આઠમી ફિલ્મ 'દ્રશ્યમ 2' લઇને દર્શકોની વચ્ચે આવ્યા છે, આ ફિલ્મથી બૉલીવુડ સુપરસ્ટારને ખુબ આશા છે.

