શોધખોળ કરો

Aryan Khanકરી રહ્યો છે પાકિસ્તાની અભિનેત્રીને ડેટ? સાદિયા ખાને તોડ્યું મૌન

shahrukh khanનો પુત્ર આર્યન ખાન છેલ્લા કેટલાક દિવસોથી ડેટિંગના સમાચારોને લઈને ચર્ચામાં છે. નોરા ફતેહી પછી તેનું નામ પાકિસ્તાની અભિનેત્રી સાદિયા ખાન સાથે જોડાયું હતું. હવે સાદિયાએ આ મૌન તોડ્યું છે.

Aryan Khan dating: શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનનું ડેબ્યૂ ભલે મોડું થાય પરંતુ તેનું સ્ટેટસ કોઈ સેલિબ્રિટીથી ઓછું નથી. ક્યારેક તે આવનારા પ્રોજેક્ટને લઈને ચર્ચામાં રહે છે તો ક્યારેક તેનો એરપોર્ટ લૂક લાઇમલાઇટમાં રહે છે. આ દરમિયાન આર્યન ખાન છેલ્લા કેટલાક દિવસોથી ડેટિંગના સમાચારોને લઈને હેડલાઈન્સમાં છે. પહેલા તેનું નામ નોરા ફતેહી સાથે જોડાયું હતું. જે બાદ આર્યન ખાનની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી જેમાં તે પાકિસ્તાની એક્ટ્રેસ સાદિયા ખાન સાથે જોવા મળ્યો હતો. તસવીર સામે આવ્યા બાદ ચારેકોર ચર્ચા શરૂ થઈ હતી કે આર્યન ખાન અને સાદિયા ખાન એકબીજાને ડેટ કરી રહ્યા છે અને એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે. ત્યારે  આખરે હવે કંટાળીને પહેલીવાર સાદિયાએ આ અંગે પોતાનું મૌન તોડ્યું છે. તેના અને આર્યન ખાન વચ્ચેના સંબંધોની સ્પષ્ટતા કરી છે. 

સાદિયા ખાને ડેટિંગના સમાચારને નકારી કાઢ્યા

પાકિસ્તાની એક્ટ્રેસ સાદિયા ખાને સ્વીકાર્યું કે તે આર્યન ખાનને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ દુબઈમાં મળી હતી. તેણે આર્યન ખાનને 'સ્વીટ' ગણાવ્યો હતો. યુએઈના એક પ્રકાશન સિટી ટાઈમ્સ સાથે વાત કરતા તેણે ડેટિંગના સમાચારને માત્ર અફવા ગણાવી હતી. સાદિયા ખાન કહે છે, 'આ ખૂબ જ વિચિત્ર છે કે લોકો કઈ રીતે જાણ્યા વગર મારા અને આર્યન વિશે વાર્તાઓ બનાવી રહ્યા છે. સમાચારના નામે જે કંઈ થઈ રહ્યું છે તેની મર્યાદા હોવી જોઈએ.

બીજા ઘણા લોકોએ પણ ફોટા પાડ્યા

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આર્યન સાથે સાદિયાના ફોટો પર તેણે કહ્યું, 'એનો અર્થ એ નથી કે અમે ડેટિંગ કરી રહ્યા છીએ. આર્યન સાથે ફોટો પડાવનાર હું એકલી નહોતી. કેટલાક અન્ય લોકો પણ હતા જેમણે ફોટા ક્લિક કર્યા અને અપલોડ પણ કર્યા. આમાંથી મારી એકલીનો જ ફોટો કેમ વાયરલ થઈ રહ્યો છે. હું આ અહેવાલોને પાયાવિહોણા કહીશ. હું માનું છું કે આર્યન ખૂબ જ સ્વીટ બોય છે અને તેનું વર્તન ઘણું સારું છે. મહેરબાની કરીને અમારા વિશે આવી અફવાઓ ફેલાવવાનું બંધ કરો. પ્રેમ અને આદર.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget