Case Toh Banta Hai: પંકજ ત્રિપાઠી કોર્ટમાં થશે હાજર અને લાગશે ઘણા આરોપ, શું નિર્દોષ સાબિત થશે કાલીન ભૈયા?
હવે કાલીન ભૈયા ફેમ પંકજ ત્રિપાઠી કોર્ટરૂમમાં જોવા મળશે, જ્યાં તેમના પર ઘણા આરોપો લગાવવામાં આવશે.

Pankaj Tripathi In Riteish Deshmukh Case Toh Banta Hai: જો તમે પ્રાઈમ વીડિયોની વેબ સીરિઝ 'મિર્ઝાપુર' જોઈ હશે, તો તમને ખબર હશે કે કાલીન ભૈયા ત્યાંના રાજા છે. ત્યાં જે થાય છે, તે તેમની મરજી મુજબ થાય છે, પરંતુ હવે કાલીન ભૈયા ફેમ પંકજ ત્રિપાઠી કોર્ટરૂમમાં જોવા મળશે, જ્યાં તેમના પર ઘણા આરોપો લગાવવામાં આવશે.
રિતેશ દેશમુખ લગાવશે આરોપઃ
તાજેતરમાં રિતેશ દેશમુખ એમેઝોન મિની ટીવી પર 'કેસ તો બનતા હૈ'ના નામથી નવો કોર્ટરૂમ કોમેડી શો લઈને આવ્યો છે. જ્યાં તે બોલિવૂડ સ્ટાર્સ પર આરોપ લગાવતો જોવા મળે છે. અને હવે પંકજ ત્રિપાઠી આ કોર્ટરૂમમાં હાજર થવા જઈ રહ્યા છે અને હવે રિતેશ દેશમુખ પંકજ ત્રિપાઠી પર આરોપ લગાવતો જોવા મળશે.
પંકજ ત્રિપાઠીએ વીડિયો શેર કર્યો
પંકજ ત્રિપાઠીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર 'કેસ તો બનતા હૈ' સાથે સંબંધિત એક ફની વીડિયો શેર કર્યો છે. જેમાં રિતેશ તેને કહે છે કે 'તમારી પર આટલા બધા આરોપો છે, તમે શું કહેવા માગો છો?' જવાબમાં ત્રિપાઠી કહે છે કે 'હું લેખિતમાં આપું છું, તે બધા આરોપો ખોટા સાબિત થશે.' આગળ, કાલિન ભૈયા રિતેશને કહે છે કે, આટલું અભિમાન યોગ્ય નથી, ત્યારબાદ રિતેશ દેશમુખ 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના ડાયલોગની સ્ટાઈલમાં કહે છે - 'આ મારી કોર્ટ છે, અહીં કબૂતર પણ એક પાંખ પર ઉડે છે અને બીજાથી તેની ઈજ્જત છુપાવે છે. જે બાદ બંને એકબીજાને કોર્ટ રૂમની ચેલેન્જ આપીને જતા રહે છે.
View this post on Instagram
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
