શોધખોળ કરો
Advertisement
હૉટ એક્ટ્રેસનો ખુલાસો- 18 વર્ષની હતી ત્યારે કરી હતી પહેલી કિસ, ક્યારેય ડેટ પર નથી ગઇ, જાણો વિગતે
ફિલ્મ હૉલીવુડ ફિલ્મ ધ ગર્લ ઓન ધ ટ્રેનની હિન્દી રિમેક છે. પરિણીતી ચોપડાની ભૂમિકાનુ નામ મીરા કપૂર છે, જે એક દૂર્ઘટના બાદ પોતાની યાદશક્તિ થોડાક સમય માટે ગુમાવી દે છે, અને આ કારણે તેના પર મર્ડર કેસ લાગી જાય છે
મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપડાની ફિલ્મ ધ ગર્લ ઓન ધ ટ્રેન હાલમાં જ રિલીઝ થઇ છે. આ ફિલ્મને નેટફ્લિક્સ પર 26 ફેબ્રુઆરીએ રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મ હૉલીવુડ ફિલ્મ ધ ગર્લ ઓન ધ ટ્રેનની હિન્દી રિમેક છે. પરિણીતી ચોપડાની ભૂમિકાનુ નામ મીરા કપૂર છે, જે એક દૂર્ઘટના બાદ પોતાની યાદશક્તિ થોડાક સમય માટે ગુમાવી દે છે, અને આ કારણે તેના પર મર્ડર કેસ લાગી જાય છે.
આ ભૂમિકામાં પરિણીતી ચોપડા ખુબ પ્રસંશા થઇ રહી છે, અને આ બધાની વચ્ચે એક ઇન્ટરવ્યૂ પણ વાયરલ થઇ ગયો છે. આ વીડિયોમાં પરિણીતી ચોપડાએ પોતાની પર્સનલ લાઇફના કેટલાક ખુલાસા કર્યા છે. તેને જણાવ્યુ કે તેને પહેલી કિસ 18 વર્ષની ઉંમરમાં કરી હતી.
આ ઉપરાંત પરિણીતી ચોપડાએ એ પણ કહ્યું કે તે ક્યારેય ડેટ પર નથી ગઇ, કેમકે તેને ડેટ પર જવાના કૉન્સેપ્ટમાં મજા નથી આવતી. તેમના માટે ડેટ ખુબ કેઝ્યૂઅલ લાગ છે, જેમ કે ઘરે આવીને ચિલ કરવુ, ટીવી જોવી અને ઘણુ બધુ ખાવાનુ ઓર્ડર કરવુ. પરિણીતી ચોપડાએ એ પણ કહ્યું કે તેનો પહેલો ક્રશ સૈફ અલી ખાન હતો, અને તે તેને ખુબ પસંદ કરતી હતી. પરિણીતી ચોપડાની આગામી ફિલ્મ સંદીપ ઔર પિન્કી ફરાર છે, જે 19મી માર્ચે રિલીઝ થશે.
(પ્રતિકાત્મક તસવીર)
(પ્રતિકાત્મક તસવીર)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement