શોધખોળ કરો
Advertisement
Parineeti-Raghav : પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢા ટુંકમાં જ કરશે લગ્ન!
બોલિવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને AAP સાંસદ રાઘવ ચઢ્ઢા વચ્ચે ઈલુ ઈલુ ચાલી રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
Parineeti Chopra and Raghav Chadha : બોલિવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને AAP સાંસદ રાઘવ ચઢ્ઢા વચ્ચે ઈલુ ઈલુ ચાલી રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. બંને તાજેતરમાં જ એક રેસ્ટોરન્ટમાં ક્વોલિટી ટાઈમ માણતા જોવા મળ્યા ત્યારથી ડેટિંગની અફવાઓનું બજાર ગરમ છે. જો કે, હવે અહેવાલો અનુસાર પરિવારો પહેલાથી જ રોકાની તૈયારી કરી રહ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. જ્યારે રાઘવ 'પરિણીતિ વિશે નહીં, રાજકારણ વિશે પૂછો' પર અડગ છે, ત્યારે ચાહકો તેમના સંબંધોની અફવાઓ વિશે જાણવા માટે ભારે ઉત્સાહિત છે. રાઘવ અને પરિણીતીએ ડિનર અને લંચ માટે મુલાકાત કરી હોવાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ડેટિંગની અફવાઓને વેગ મળ્યો હતો.
આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્ય સભાના સાંસદ રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા બંને પોતાના સંબંધોને લઈ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. બંને લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં એક સાથે અભ્યાસ કરી ચુક્યા છે અને તેમના ઘણા કોમન ફ્રેન્ડ્સ છે. જો કે, વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તમામ ચાહકોની ઉત્તેજના વચ્ચે એવું જાણવા મળ્યું છે કે, બંનેના પરિવારોએ લગ્નની ચર્ચા પણ શરૂ કરી દીધી છે.
પરિણીતી અને રાઘવના થશે લગ્ન?
રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે, રાઘવ અને પરિણીતી ચોપરા બંને એકબીજાને પસંદ કરતા હતા અને એકબીજા પ્રત્યે ગંભીર હતા. સૌકોઈ જાણતું હતું કે, બંને વચ્ચે કંઈક તો ચાલી રહ્યું હતું. બંનેના નજીકના સૂત્રએ પોર્ટલને જણાવ્યું હતું કે, બંનેના પરિવારો એકબીજાને છેલ્લા કેટલાક સમયથી ઓળખે છે અને ટૂંક સમયમાં આ સંબંધોને લઈને ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.
પરિવારજનો સાથે મળીને નક્કી કરશે લગ્ન
હજુ સુધી કોઈ ઔપચારિક સમારંભ શરૂ થયો નથી પરંતુ પરિવારો તેની ચર્ચા કરી રહ્યા છે અને ટૂંક સમયમાં એક સમારોહ થશે એમ એક સૂત્રએ જણાવ્યું હતું. બંનેના પરિવારો સાથે રહીને ખુશ છે પરંતુ બંને પોતપોતાના કામમાં વ્યસ્ત છે. તેથી કોઈપણ સમારંભની તારીખ નક્કી કરવી મુશ્કેલ છે. સમારંભ નજીકના પરિવારના સભ્યો સાથે નાનો યોજાશે તેમ માનવામાં આવી રહ્યું છે.
શું પરિણીતી અને રાઘવ ડેટિંગ કરી રહ્યા છે?
રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા સતત બે દિવસ સુધી ડિનર અને લંચ મીટ માટે બહાર જતા જોવા મળ્યા હતા. ચાહકોએ અનુમાન લગાવ્યું હતું કે, શું બંને ડેટિંગ કરી રહ્યા છે? ચર્ચા વચ્ચે એક અહેવાલ પ્રમાણે, તેઓ માત્ર સારા મિત્રો છે અને એકબીજાને ડેટ કરતા નથી. વાસ્તવમાં, બંનેએ લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં સાથે અભ્યાસ કર્યો છે અને તેમના ઘણા કોનમ ફ્રેન્ડ્સ છે. એવું પણ જાણવા મળ્યું છે કે, પરિણીતી અને રાઘવ બંનેને મુસાફરી કરવી ગમે છે અને તેઓ અવારનવાર એકબીજા સાથે વણ જોવાયેલા આંતરરાષ્ટ્રીય પ્રવાસ સ્થળો વિશે ચર્ચા કરતા રહે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement