Pathan Movie Live Updates : શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ' થિયેટર્સમાં રીલિઝ, ફેન્સમાં ખુશીનો માહોલ
બોલિવૂડના કિંગ શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ 'પઠાણ' આજે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

Background
મુંબઇઃ બોલિવૂડના કિંગ શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ 'પઠાણ' આજે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.સાથે જ હિંદુ સંગઠનો પણ ફિલ્મના વિરોધમાં રસ્તા પર ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. હિંદુ સંગઠનો દ્ધારા વિરોધ પ્રદર્શનની આશંકા વચ્ચે સિનેમા હોલ માલિકોએ સુરક્ષાની માંગ કરી હતી. નોંધનીય છે કે આ ફિલ્મમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણની સાથે જ્હોન અબ્રાહમ પણ છે.
યશ રાજ ફિલ્મ્સની થ્રિલર ‘પઠાણ’ 25મી જાન્યુઆરીએ હિન્દી, તમિલ અને તેલુગુમાં વિશ્વભરમાં રિલીઝ થશે. ‘પઠાણ’ 100 થી વધુ દેશોમાં રિલીઝ થશે, જે ભારતીય ફિલ્મ માટે અત્યાર સુધીની સૌથી વધુ છે.
ઈન્ટરનેશનલ ડિસ્ટ્રિબ્યુશનના વાઇસ પ્રેસિડેન્ટ નેલ્સન ડિસોઝાએ જણાવ્યું હતું કે, ‘પઠાણ’ અત્યાર સુધીની કોઈપણ યશરાજ ફિલ્મ્સ માટે સૌથી મોટી વિદેશી રિલીઝ છે. હકીકતમાં તે વૈશ્વિક સ્તરે ભારતીય ફિલ્મ માટે સૌથી મોટી રિલીઝ પણ છે! શાહરૂખ ખાન આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી મોટો સુપરસ્ટાર છે અને તેના કારણે ‘પઠાણ’ની વિશ્વભરમાં રિલીઝની અનોખી માંગ છે, જેના કારણે ફિલ્મનું પ્રમોશન કરવામાં આવી રહ્યું છે.
બજરંગ દળ અને હિન્દુ સંગઠનોએ ગ્વાલિયરમાં 'પઠાણ'નો વિરોધ કર્યો
શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'નો આજે ગ્વાલિયરની સાથે સાથે દેશભરમાં પણ જોરદાર વિરોધ થઈ રહ્યો છે. 'પઠાણ' ફિલ્મ ગ્વાલિયર શહેરમાં ત્રણ મલ્ટિપ્લેક્સ અને ત્રણ સિંગલ સ્ક્રીન થિયેટરમાં પ્રદર્શિત થઈ રહી છે. જેના માટે બજરંગ દળ સહિત તમામ હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે. ગ્વાલિયરમાં બજરંગ દળ વિશ્વ હિંદુ પરિષદ સહિતના હિન્દુ સંગઠનોના કાર્યકરોએ ડીડી મોલમાં મલ્ટીપ્લેક્સનો ઘેરાવ કર્યો હતો. બજરંગ દળ અને વીએચપીના કાર્યકરોએ ડીડી મોલની સામે રોડ બ્લોક કરી દીધો હતો.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પઠાણ ફિલ્મને સાડા ચાર સ્ટાર આપ્યા
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પઠાણ ફિલ્મને સાડા ચાર સ્ટાર આપ્યા છે. તેમણે આ ફિલ્મને બ્લોકબસ્ટર ગણાવી છે. તેના રિવ્યુમાં તેમણે લખ્યું હતું કે ફિલ્મમાં સ્ટાર પાવર, સ્ટાઈલ, સ્કેલ, ગીતો, કન્ટેન્ટ અને સરપ્રાઈઝ છે. શાહરૂખે જોરદાર વાપસી કરી છે. તેમણે આ ફિલ્મને વર્ષની પ્રથમ સુપરહિટ ફિલ્મ ગણાવી છે.





















