પાકિસ્તાનની હોટ એક્ટ્રેસે મસ્જિદમાં કર્યો ડાન્સ, કોર્ટે ધરપકડ માટે વોરંટ બહાર પાડ્યું, કઈ હિન્દી ફિલ્મમાં કરેલી જોરદાર એક્ટિંગ ?
લાહોર પોલીસે ગયા વર્ષે સબા કમર અને બિલાલ સઈદ સામે પાકિસ્તાન પિનલ કોડની કલમ 295 અંતર્ગત કેસ દાખલ કર્યો હતો. ડાન્સ વીડિયો શૂટ કરીને લાહોરની મસ્જિદ વજીર ખાન કથિત રીતે અપવિત્ર કરવાનો આરોપ મૂકાયો હતો.
નવી દિલ્લીઃ પાકિસ્તાનની હોટ અભિનેત્રી સબા કમર લાહોરની ઐતિહાસિક મસ્જિદમાં ડાન્સ વીડિયો શૂટ કરવા બદલ મુસીબતમાં ફસાઈ છે. પાકિસ્તાન કોર્ટે સબા કમરની ધરપકડ માટે અરેસ્ટ વોરન્ટ બહાર પાડ્યું છે. લાહોર ખાતે આવેલી એક ઐતિહાસિક મસ્જિદમાં ડાન્સ વીડિયો શૂટ કરવાના આરોપસર આ વોરન્ટ બહાર પાડવામાં આવ્યું છે. સબા કમર સામે આરોપ સાબિત થાય તો તેને દસ વર્ષની જેલની સજા થઈ શકે છે.
સબાએ બોલિવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ઈરફાન ખાન સાથેની ફિલ્મ ‘હિંદી મીડિયમ’માં ચમકેલી સબાના અભિનયને લોકોએ વખાણ્યો હતો. આ ફિલ્મને વિવેચકો અને લોકોની ખૂબ જ પ્રશંસા મળી હતી. આરટીઇ એક્ટ હેઠળ ગરીબ બાળકોને મોટી સ્કૂલોમાં પ્રવેશ આપવામાં થતા ભ્રષ્ટાચારના વિષય પરની આ ફિલ્મમાં સબા કમરે ઈરફાનની પત્નિની ભૂમિકા ભજવી હતી.
લાહોર પોલીસે ગયા વર્ષે સબા કમર અને બિલાલ સઈદ સામે પાકિસ્તાન પિનલ કોડની કલમ 295 અંતર્ગત કેસ દાખલ કર્યો હતો. સબા અને બિલાલ પર ડાન્સ વીડિયો શૂટ કરીને લાહોરની મસ્જિદ વજીર ખાન કથિત રીતે અપવિત્ર કરવાનો આરોપ મૂકાયો હતો. એફઆઈઆર પ્રમાણે બંને કલાકારોએ મસ્જિદમાં એક ડાન્સ વીડિયો શૂટ કર્યો હતો. પંજાબ સરકારે મસ્જિદની પવિત્રતાના ઉલ્લંઘનના આરોપસર 2 સીનિયર ઓફિસર્સને પણ બરતરફ કરી દીધા હતા.
આ વિવાદ વકર્યા બાદ સબા કમર અને બિલાલ સઈદે માફી માગી હતી. સબાએ સ્પષ્ટતા કરી હતી કે, એક મેરેજ સીનવાળો મ્યુઝિક વીડિયો હતો અને તેના શૂટિંગ દરમિયાન કોઈ પણ પ્રકારના પ્લેબેક મ્યુઝિકનો ઉપયોગ નહોતો કરવામાં આવ્યો. આ શૂટને મ્યુઝિક ટ્રેકમાં એડિટ કરવામાં પણ નહોતો આવ્યો. જો કે આ સ્પષ્ટતાને કોર્ટે ધ્યાનમાં નહોતી લીધી. સબા કમર અને સિંગર બિલાલ સઈદને કોર્ટમાં હાજર રહેવા ફરમાન કરાયું હતું પણ બંને કોર્ટની સુનાવણીમાં હાજર ન રહ્યા એટલે લાહોરની મેજિસ્ટ્રિયલ કોર્ટે વોરન્ટ બહાર પાડ્યું છે. કોર્ટે 6 ઓક્ટોબર સુધી સુનાવણી સ્થગિત કરી દીધી છે.