શોધખોળ કરો
Advertisement
અભિનેત્રી પૂનમ પાંડેને પોલીસે કસ્ટડીમાં લીધી, જાણો શું છે મામલો
કોંગ્રેસ અને ગોવા ફોરવર્ડ પાર્ટી જેવી પાર્ટીઓએ આ પ્રકારના વીડિયો શૂટ કરવા માટે સરકાર સંપતિનો દુરપયોગ પર સવાલો ઉઠાવ્યા હતા
પણજીઃ અભિનેત્રી પૂનમ પાંડેને ગોવા પોલીસે કસ્ટડીમાં લઇ લીધી છે. પૂનમ પાંડે વિરુદ્ધ ગોવા કૈનકોના ગામના ચપોલી બંધમાં શૂટ દરમિયાન અશ્લીલતા કરવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ ફરિયાદ બંધના મેનેજમેન્ટ કરનારા રાજ્ય જળ સંશાધન વિભાગે કરી હતી.
પોલીસ ઉપાધિક્ષક નેલ્સન અલ્બુકર્કે કહ્યુ હતુ કે પૂનમ પાંડેને પુછપરછ માટે બોલાવવામાં આવશે, અધિકારીએ કહ્યું- ઇન્ટરનેટ પર વાયરલ વીડિયોમાં જોયા બાદ પૂનમ પાંડે વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે. પૂનમ પાંડે વિરુદ્ધ અશ્લીલ ઇશારા, સરકારી સંપતિ પર અતિક્રમણ અને અભદ્ર વીડિયોના શૂટિંગ અને વિતરણનો કેસ નોંધવામાં આવ્યો છે.
કોંગ્રેસ અને ગોવા ફોરવર્ડ પાર્ટી જેવી પાર્ટીઓએ આ પ્રકારના વીડિયો શૂટ કરવા માટે સરકાર સંપતિનો દુરપયોગ પર સવાલો ઉઠાવ્યા હતા.
પહેલા પણ ચર્ચામાં રહી છે પૂનમ પાંડે
અભિનેત્રી પૂનમ પાંડેએ તાજેતરમાં જ પોતાના બૉયફ્રેન્ડ સેમ બૉમ્બે સાથે લગ્ન કર્યા હતા. લગ્નના બે અઠવાડિયા બાદ જ તેમને એકબીજા સાથે ઝઘડો થઇ ગયો હતો, આ મામલે જબરદસ્ત વિવાદ થયો. બાદમાં હનીમૂન પર ગયેલી પૂનમ પાંડેની સાથે તેના પતિએ મારામારી કરી તો તેને સેમ બૉમ્બે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દીધી હતી. આ મામલામાં કાર્યવાહી કરતા પોલીસે તેના પતિની ધરપકડ કરી લીધી હતી. અભિનેત્રીએ બાદમાં પતિ વિરુદ્ધની ફરિયાદ પાછી ખેંચી લીધી હતી. જોકે બાદમાં તેના પતિને જામીન મળી ગયા હતા, હવે બન્ને વચ્ચે બધુ બરાબર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement