Pornography Case: અભિનેત્રી શર્લિન ચોપડાને ક્રાઈમ બ્રાંચે સમન્સ પાઠવ્યું, કાલે નિવેદન નોંધાવવા બોલાવી
મુંબઈના બહુ ચર્ચિત પોર્નોગ્રાફી કેસમાં હવે અભિનેત્રી શર્લિન ચોપડાને મુંબઈ પોલીસ દ્વારા સમન્સ જારી કરવામાં આવ્યું છે. શર્લિન ચોપડાને આ સમન્સ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની પ્રોપર્ટી સેલે જારી કર્યું છે.
મુંબઈ: મુંબઈના બહુ ચર્ચિત પોર્નોગ્રાફી કેસમાં હવે બોલીવૂડ અભિનેત્રી શર્લિન ચોપડાને મુંબઈ પોલીસ દ્વારા સમન્સ જારી કરવામાં આવ્યું છે. અભિનેત્રી શર્લિન ચોપડાને આ સમન્સ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની પ્રોપર્ટી સેલે જારી કર્યું છે. સમન્સમાં મંગળવારે સવારે 11 કલાકે હાજર થઈ નિવેદન નોંધાવવાનું કહેવામાં આવ્યું છે. મુંબઈ પોલીસે આ વાતની જાણકારી આપી છે.
હાલમાં અભિનેત્રી શર્લિન ચોપડાએ ટ્વીટ કરતા કહ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસથી ઘણા પત્રકાર અને મીડિયા રિપોર્ટસ મને કોલ-વોટ્સએપ/ઈમેલ કરી રહ્યાં છે અને તે કહે છે કે હું આ મુદ્દા વિશે કંઈ બોલુ. તમને જણાવું કે જે વ્યક્તિએ મહારાષ્ટ્ર સાઇબર સેલને સૌથી પહેલા આ વિષય પર નિવેદન આપ્યું તે કોઈ અન્ય નહીં પરંતુ હું પોતે જ છું.
ટ્વીટમાં અભિનેત્રી શર્લિન ચોપડા આગળ કહે છે, હું અન્ડરગ્રાઉન્ડ નથી થઈ. આ શહેર કે દેશ છોડી ભાગવાનો પ્રયાસ પણ કર્યો નથી. માર્ચ 2021માં સાયબર સેલની ઓફિસ જઈને મારૂ નિવેદન નોંધાવ્યું હતું. મિત્રો આ વિષય પર બોલવા માટે ઘણું છે પરંતુ આ મેટર સબ-જ્યૂડિસ છે તેથી ટિપ્પણી કરવી યોગ્ય રહેશે નહીં. તેથી હું તમને વિનંતી કરુ છું કે તે મહારાષ્ટ્ર સાયબર સેલનો સંપર્ક કરે અને પોતાના પ્રશ્નો તેમની સામે રાખે.
મહત્વનું છે કે પોર્નોગ્રાફી કેસમાં બિઝનેસમેન રાજ કુન્દ્રાને કોર્ટે 27 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યો છે. મુંબઈ પોલીસે અત્યાર સુધી રાજ કુન્દ્રા સહિત 10 લોકોની પોર્નોગ્રાફી મામલામાં ધરપકડ કરી છે. આ લોકો ફિલ્મના નિર્માણ અને તેને પ્રસારિત કરવા સાથે સંડોવાયેલા હતા. આ વર્ષે ફેબ્રુઆરીમાં મુંબઈ પોલીસના સાયબર સેલે આ મામલે કેસ દાખલ કર્યો હતો. રાજ કુન્દ્રા પર આરોપ છે કે તેમણે લંડનની એક કંપની સાથે ગઠબંધન કર્યું હતું, જે એક મોબાઇલ એપ હોટશોટ્સના માધ્યમથી અશ્લીલ કન્ટેન્ટ સ્ટ્રીમિંગમાં સામેલ હતી.
રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધુ પડતી વધી ગઇ છે. મીડિયા રિપોર્ટનુ કહેવુ છે કે રાજની ઓફિસમાં કામ કરનારા કેટલાક કર્માચારીઓ હવે રાજની વિરુદ્ધ આ કેસમાં પોલીસના સાક્ષી બની ચૂક્યા છે. જે કારણથી પોલીસનો આ કેસ હવે વધુ તગડો બની ગયો છે. રાજ કુન્દ્રા અત્યારે જેલમાં છે. પોલીસ આ કેસને વધુ કડક અને પાક્કો કરવામાં લાગી છે. કોર્ટના આગામી તારીખ સુધી પોલીસ આ કેસને વધુ કડક બનાવી દેવા માંગે છે જેથી રાજ કુન્દ્રાને સજા અપાવી શકાય.