Adipurush: ટીઝરે કર્યા નિરાશ પરંતુ ટ્રેલર જોઈ ઝૂમી ઉઠ્યા ચાહકો, ફિલ્મને રિલીઝ પહેલા બ્લોકબસ્ટર ગણાવી
ઓમ રાઉતની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'આદિપુરુષ'નું શાનદાર ટ્રેલર આજે રિલીઝ થઈ ગયું છે.
Adipurush Trailer Out: ઓમ રાઉતની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'આદિપુરુષ'નું શાનદાર ટ્રેલર આજે રિલીઝ થઈ ગયું છે. જ્યારે તેના ટીઝરને ઘણું ટ્રોલ કરવામાં આવ્યું હતું, ત્યારે ફિલ્મના ટ્રેલરની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે. 'આદિપુરુષ'નું ટ્રેલર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે અને ચાહકો જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે. ચાલો જાણીએ કે લોકોને 'આદિપુરુષ'નું ટ્રેલર કેવું પસંદ આવી રહ્યું છે ?
'આદિપુરુષ'ના ટ્રેલર પર લોકોની શું પ્રતિક્રિયા છે ?
મંગલભવન અમંગલહરીની પંક્તિઓથી શરૂ થયેલા 'આદિપુરુષ'નું ટ્રેલર જોઈને લોકો ભક્તિના દરિયામાં ડૂબકી મારી રહ્યા છે. ટ્રેલર જોઈને અનુમાન લગાવી શકાય છે કે મેકર્સે લોકોની ધાર્મિક ભાવનાઓનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે અને ખૂબ જ ભવ્ય અને રુંવાડા ઉભા કરી દેતી ફિલ્મ બનાવી છે. આ સાથે સોશિયલ મીડિયા પર ટ્રેલરની ખૂબ પ્રશંસા થઈ રહી છે. એક યુઝરે લખ્યું, રુંવાડા ઉભા કરી દે તેવુ ટ્રેલર, પહેલા ટીઝરે નિરાશ કર્યા હતા, પરંતુ હવે કપડા, દ્રશ્યો, સંગીત, સંવાદ બધુ જ યોગ્ય રીતે બતાવવામાં આવ્યું છે. બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી નાખશે.
GOOSEBUMPS STUFF, whatta a trailer mahn, was very disappointed with the teaser earlier, but now the clothings, the visuals, dialogues, music, everything looks perfect. Will smash every existing box office record. #AdipurushTrailer pic.twitter.com/uArTE8rvnY
— ROMEO👑 (@iromeostark) May 9, 2023
એક યુઝરે ફિલ્મની એક તસવીર પોસ્ટ કરી અને લખ્યું, "બની શકે, આ ફિલ્મનો અંતિમ શોટ હોય મને વ્યક્તિગત રીતે ટ્રેલર કટ, VFX, બીજીએમ અને કલાકારોની સ્ક્રીન પર હાજરી પસંદ આવી. 16 જૂને સિલ્વર સ્ક્રીન પર એપિક સ્ટોરી જુઓ.
May be, this is the last shot of movie❤️🙏
— Prince Prashanth (@prashanth_princ) May 9, 2023
I personally loved the trailer cut,VFX,BGM, and actors screen presence..
Witness the epic story on Silver Screen on June16 #JaiShriRam#AdipurushTrailer #Adipurush #Prabhas @SaifOnline @kritisanon @omraut @UV_Creations @AjayAtulOnline pic.twitter.com/QDRJ4Q7S4U
તમામ યુઝર્સ ટ્રેલરના જોરદાર વખાણ કરી રહ્યા છે.
#AdipurushTrailer
— vineeth saalar (@SaahoVineeth) May 9, 2023
Quality next level
Next level experience on bigscreen 💯 pic.twitter.com/i7Y5xPzdoz
'આદિપુરુષ' ક્યારે રિલીઝ થશે
જણાવી દઈએ કે ઓમ રાઉતની ફિલ્મ 'આદિપુરુષ'ને પહેલા ટીઝરમાં VFX અને CGI માટે ચાહકો દ્વારા ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી. બાદમાં નિર્માતાઓએ જાહેરાત કરી કે તેઓ ફિલ્મના દ્રશ્યો પર કામ કરી રહ્યા છે, તેથી ટ્રેલર અને ફિલ્મના રિલીઝમાં વિલંબ થયો. આ ફિલ્મ હવે 16 જૂન 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
'આદિપુરુષ'ની સ્ટારકાસ્ટ
'આદિપુરુષ'માં પ્રભાસ 'ભગવાન રામ'ના રોલમાં, કૃતિ સેનન 'માતા સીતા'ના રોલમાં અને સૈફ અલી ખાન 'રાવણ'ના રોલમાં જોવા મળશે. આ સિવાય અન્ય ઘણા કલાકારોએ 'આદિપુરુષ'માં સહાયક ભૂમિકાઓ ભજવી છે.