શોધખોળ કરો
પ્રિયંકા ચોપડાએ દેસી ગર્લ સ્ટાઇલમાં પૉસ્ટ કરી તસવીર, પતિ નિક જોનાસે આપ્યુ અદભૂત રિએક્શન
પ્રિયંકા 'ધ એવેન્જર્સ' ફેમના રુસો બ્રધર્સ દ્વારા આગામી અમેઝોન પ્રાઇમ સીરીઝ 'સિટાડેલ'માં રિચર્ડ મેડનની સાથે દેખાશે

મુંબઇઃ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા તાજેતરમાં જ ફરી એકવાર દેસી સ્ટાઇલમાં એક સુંદર તસવીર શેર કરીને સોશ્યલ મીડિયામાં છવાઇ ગઇ છે. પ્રિયંકાનો આ લૂક તેના પતિ નિક જોનાસને ખુબ ગમી ગયો છે, અને તેને આના પર એક ખાસ કૉમેન્ટ કરીને બધાને ચોંકાવી દીધા છે. ખરેખરમાં, એક્ટ્રેસ પ્રિયંકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે, જેમાં તેને વાદળી રંગની સાડી પહેરેલી છે. સાડીમાં પ્રિયંકા એકદમ દેસી લૂકમાં દેખાઇ રહી છે. આના પર પતિ નિક જોનાસે કૉમેન્ટ કરી છે -"અદભૂત".
પ્રિયંકા મુંબઇની એક ઇવેન્ટમાં આવી હતી, ત્યારે આ સાડી પહેરી હતી. વાદળી સાડીની સાથે પ્રિયંકાએ સ્લિવલેસ બ્લાઉઝ પહેરેલુ છે. હાથમાં બંગડીઓ અને માથા પર ચાંદલો લગાવેલો છે. આ એદદમ દેસી લૂક છે. પ્રિયંકાનો આ લૂક પતિ નિક જોનાસની સાથે સાથે ફેન્સને પણ ખુબ પસંદ આવી રહ્યો છે. ફેન્સ આના પર અવનવી કૉમેન્ટ કરી રહ્યાં છે. પ્રિયંકા 'ધ એવેન્જર્સ' ફેમના રુસો બ્રધર્સ દ્વારા આગામી અમેઝોન પ્રાઇમ સીરીઝ 'સિટાડેલ'માં રિચર્ડ મેડનની સાથે દેખાશે.View this post on Instagram
વધુ વાંચો





















