Jailer OTT Release: થિયેટરમાં ધમાલ મચાવ્યા બાદ હવે OTT પર રિલીઝ થશે રજનીકાંતની જેલર, જાણો ક્યાં જોઈ શકશો ફિલ્મ
બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડ્યા બાદ હવે રજનીકાંતની બ્લોકબસ્ટર ફિલ્મ 'જેલર' OTT પ્લેટફોર્મ પર પણ ધૂમ મચાવવા તૈયાર છે.
Jailer OTT Release: સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'જેલર' દુનિયામાં ધૂમ મચાવી રહી છે. બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડ્યા બાદ હવે રજનીકાંતની બ્લોકબસ્ટર ફિલ્મ 'જેલર' OTT પ્લેટફોર્મ પર પણ ધૂમ મચાવવા તૈયાર છે. હવે તમે ઘરે બેસીને આરામથી આ ફિલ્મની મજા માણી શકો છો. દર્શકો દ્વારા સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ જેલરને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.
રજનીકાંતની જેલર આ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે
આજે શનિવારે ફિલ્મના નિર્માતાઓએ 'જેલર'ની OTT રિલીઝ તારીખની જાહેરાત કરી છે. પ્રાઈમ વિડિયોએ ફિલ્મનું પોસ્ટર શેર કરતા આ જાણકારી આપી છે. આ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે રજનીકાંતની 'જેલર' 7 સપ્ટેમ્બરના રોજ પ્રાઇમ વીડિયો પર રિલીઝ થવાની તૈયારીમાં છે.
View this post on Instagram
10 ઓગસ્ટે રિલીઝ થયેલી 'જેલર'ના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મે અત્યાર સુધીમાં લગભગ 600 કરોડ રૂપિયાનું ભવ્ય કલેક્શન કર્યું છે. 'જેલર' દ્વારા, રજનીકાંત બે વર્ષ પછી મોટા પડદા પર પાછા ફર્યા છે. આવી સ્થિતિમાં ચાહકોમાં પોતાના ફેવરિટ સ્ટાર માટેનો ક્રેઝ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
રજનીકાંત ભારતના સૌથી મોંઘા અભિનેતા બન્યા
'જેલર'ની ભવ્ય સફળતાની સાથે રજનીકાંત ભારતના સૌથી મોંઘા અભિનેતા પણ બની ગયા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ટ્રેકર મનોબાલા વિજયને પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા આ જાણકારી આપી છે. ગઈકાલે પોતાના ટ્વીટમાં રજનીકાંતની એક તસવીર શેર કરતા તેણે લખ્યું હતું કે, 'માહિતી મળી છે કે કલાનિધિ મારન દ્વારા રજનીકાંતને આપવામાં આવેલ ચેકની કિંમત 100 કરોડ રૂપિયા છે. આ ચેક જેલરના નફાની વહેંચણી માટે છે. આ સિવાય રજનીકાંતને ફિલ્મની ફી 110 કરોડ રૂપિયા મળી ચૂકી છે.
આ સાથે તેણે એમ પણ લખ્યું કે, 'એકંદરે, સુપરસ્ટારને જેલર માટે 210 કરોડ રૂપિયા મળ્યા છે અને આ રીતે રજનીકાંતનું નામ હવે દેશના સૌથી મોંઘા અભિનેતાઓમાં સામેલ થઈ ગયું છે.' જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
https://t.me/abpasmitaofficial