Rakhi Sawant Wedding: રાખી સાવંતે બોયફ્રેન્ડ આદિલ દુર્રાની સાથે કર્યા લગ્ન! તેના ગળામાં માળા પહેરાવતો ફોટો વાયરલ
ટીવીની 'ડ્રામા ક્વીન' અભિનેત્રી રાખી સાવંતે બોયફ્રેન્ડ આદિલ દુર્રાની સાથે લગ્ન કરી લીધા છે! તેમની કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં બંને ગળામાં માળા પહેરીને મેરેજ સર્ટિફિકેટ બતાવતા જોવા મળે છે.
Rakhi Sawant Married Adil Durrani: ટીવીની 'ડ્રામા ક્વીન' અભિનેત્રી રાખી સાવંતે બોયફ્રેન્ડ આદિલ દુર્રાની સાથે લગ્ન કરી લીધા હોવાની ચર્ચા ઉઠી છે. તેમની કેટલીક તસવીરો પણ સામે આવી છે. જેમાં બંને ગળામાં માળા પહેરીને મેરેજ સર્ટિફિકેટ બતાવતા જોવા મળે છે. આ તસવીરો જોઈને રાખીના ફેન્સ ખૂબ જ ખુશ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ ફોટામાં રાખી સાવંત પરંપરાગત વસ્ત્રોમાં જોવા મળી રહી છે. તેની સાથે બોયફ્રેન્ડ આદિલ દુર્રાની પણ છે. બંનેના ગળામાં વરમાળા છે અને તેઓ મેરેજ સર્ટિફિકેટ સાથે ફોટો ક્લિક કરાવી રહ્યા છે.
રાખી સાઈન કરતી જોવા મળી હતી
બીજી તસવીરમાં રાખી સાવંત દસ્તાવેજ પર સહી કરતી જોઈ શકાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એક મેરેજ સર્ટિફિકેટ છે જેના પર રાખી સહી કરી રહી છે. આદિલ પણ તેની પાસે બેઠો છે.
View this post on Instagram
ગયા વર્ષે કર્યા હતા લગ્ન?
રાખી અને આદિલના મેરેજ સર્ટિફિકેટ સાથે જોડાયેલા દસ્તાવેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેના પર બંનેના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ લગાવવામાં આવ્યા છે. જો કે લગ્નની તારીખ 29 મે 2022 લખવામાં આવી છે. તેના પર બીજી તારીખનો ઉલ્લેખ છે - 2 જુલાઈ 2022. હવે લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું રાખી અને આદિલે ગયા વર્ષે જ લગ્ન કર્યા હતા!
રિતેશથી અલગ થઈને આદિલને ડેટ કરવાનું શરૂ કર્યું
રાખી સાવંતે વર્ષ 2019માં NRI રિતેશ સાથે લગ્ન કર્યા હતા. બંને રિયાલિટી શો બિગ બોસમાં પણ જોવા મળ્યા હતા. પરંતુ 2022માં બંને અલગ થઈ ગયા હતા. આ વર્ષે રાખી અને આદિલે ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું. રાખી બિગ બોસના મરાઠી વર્ઝનમાં જોવા મળી હતી.