શોધખોળ કરો
Advertisement
કોરોના કાળમાં આ સુપરસ્ટારે 30 લોકોની હાજરીમાં ગર્લફ્રેન્ડ સાથે કરી લીધા લગ્ન, સાત ફેરા લેતો વીડિયો વાયરલ
અભિનેતા રાણા દગ્ગુબાતી જે બાહુબલીમાં ભલ્લાલદેવની ભૂમિકા નિભાવીને ખુબ પૉપ્યુલર એક્ટર બની ગયો હતો, તેને પોતાની લૉન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ મિહીકા બજાજ સાથે શનિવારે લગ્ન કરી લીધા હતા
નવી દિલ્હીઃ સાઉથ સુપરસ્ટાર અને બાહુબલી ફેમ એક્ટર રાણા દગ્ગુબાતીએ પોતાની ગર્લફ્રેન્ડ મિહીકા બજાજ સાથે લગ્ન કરી લીધા છે. કોરોના કાળમાં લૉકડાઉનમાં સગાઇ કરી હતી, અને હવે અનલૉકના પીરિયડમાં બન્ને લગ્નગ્રંથીથી જોડાઇ ગયા છે. આ બન્નેએ હૈદરાબાદમાં લગ્ન કરી લીધા છે, અને સાત ફેરા લેતો એક ખાસ વીડિયો હાલ ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.
અભિનેતા રાણા દગ્ગુબાતી જે બાહુબલીમાં ભલ્લાલદેવની ભૂમિકા નિભાવીને ખુબ પૉપ્યુલર એક્ટર બની ગયો હતો, તેને પોતાની લૉન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ મિહીકા બજાજ સાથે શનિવારે લગ્ન કરી લીધા હતા. બન્નેના લગ્નની તસવીરોની સાથે સાત ફેરાનો વીડિયો પણ સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો, જે વાયરલ થઇ રહ્યો છે.
આ વીડિયોમાં બન્ને પર લગ્નની ખુશી દેખાઇ રહી છે, મિહીકા બજાજે રેડ અને ક્રિમ કલરની ડિઝાઇનર લેંઘો પહેરેલો છે, તો અભિનેતા રાણા દગ્ગુબાતી ક્રિમ શેરવાણીમાં સુપર લાગી રહ્યો છે, રાણા અને મિહીકાના જોડી આ વીડિયોમાં ખુબ સરસ લાગી રહી છે.
ખાસ વાત છે કે, કોરોના વાયરસને લઇને બન્નેના લગ્નમાં નિયમોનું પાલન કરવામાં આવ્યુ હતુ. લગ્નમાં માત્ર 30 મહેમાનો જ આમંત્રણ આપવામાં આવ્યુ હતુ, પુજારીથી લઇને મહેમાનો એકબીજાથી દુર દુર રહ્યાં હતા. આ લગ્ન પ્રસંગમાં ખાસ નજીકના અને પરિવારજનો જ ઉપસ્થિત રહ્યાં હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion