Ranveer Singh ના ફોટોશૂટનો વિરોધ, લોકોએ કપડાં દાન કર્યાં, કહ્યું - માનસિક કચરો હટાવો, જુઓ વીડિયો
ફિલ્મ અભિનેતા રણવીર સિંહ તેની અતરંગી કપડાંની સ્ટાઈલ માટે હંમેશા ચર્ચામાં રહેતો હોય છે. પરંતુ અત્યારે રણવીર સિંહ કોઈ કપડાં ના પહેરવા માટે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
Ranveer Singh Photoshoot : ફિલ્મ અભિનેતા રણવીર સિંહ તેની અતરંગી કપડાંની સ્ટાઈલ માટે હંમેશા ચર્ચામાં રહેતો હોય છે. પરંતુ અત્યારે રણવીર સિંહ કોઈ કપડાં ના પહેરવા માટે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. તમને જણાવી દઈએ કે, રણવીરે તાજેતરમાં એક મેગેઝિન માટે ન્યુડ ફોટોશૂટ કરાવ્યું હતું અને તેના આ ફોટો વાયરલ થયા હતા. રણવીરના આ ફોટોશૂટથી સોશિયલ મીડિયા થી લઈને તમામ શહેરોમાં પણ ઘણી ચર્ચા અને મંતવ્યો જોવા મળ્યા છે. એક તરફ બોલીવુડના સેલિબ્રીટી રણવીરના આ ફોટોની પ્રસંશા કરી રહ્યા છે તો બીજી તરફ સામાન્ય લોકોને આ ફોટોશૂટ બિલકુલ પસંદ નથી આવ્યું. જેને લઈને મુંબઈમાં તો રણવીર સામે ફરિયાદ પણ નોંધાઈ છે.
ઈન્દોરમાં કપડાંનું દાન કરાયુંઃ
રણવીર સિંહના ન્યુડ ફોટોશૂટના વિરોધમાં મુંબઈના ચેમ્બુરમાં ફરિયાદ નોંધાઈ છે. તો બીજી તરફ મધ્યપ્રદેશના ઈન્દોરમાં રણવીર સામે અનોખું વિરોધ-પ્રદર્શન પણ થઈ રહ્યું છે. રણવીર માટે લોકોએ કપડાં ભેગાં કર્યાં હતું અને માનસિક કચરો સાફ કરરવાનો સંકલ્પ લીધો છે. આ કપડાં દાન કરવાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક બોક્સમાં રણવીર સિંહના ન્યુડ ફોટોશૂટમાંનો એક ફોટો લગાવાયો છે અને લોકો એ બોક્સમાં કપડાં મુકી રહ્યા છે. રણવીરના ફોટો પર 'मेरे स्वच्छ इंदौर ने ठाना है, देश से मानसिक कचरा भी हटाना है.' લખવામાં આવ્યું છે.
View this post on Instagram