રણબીર કપૂરની આ ફિલ્મમાં થઈ પુષ્પા ગર્લ રશ્મિકા મંદાનાની એન્ટ્રી! ટૂંક સમયમાં જ શરૂ થશે શૂટિંગ
જ્યારથી પુષ્પા ફિલ્મ હિટ ગઈ છે ત્યારથી રશ્મિકા મંદાના કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં રહે છે. તે પહેલાથી જ ઈન્ડસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાં સામેલ થઈ ચુકી છે, હવે તેની લોકપ્રિયતા વધુ વધી ગઈ છે.
જ્યારથી પુષ્પા ફિલ્મ હિટ ગઈ છે ત્યારથી રશ્મિકા મંદાના કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં રહે છે. તે પહેલાથી જ ઈન્ડસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાં સામેલ થઈ ચુકી છે, હવે તેની લોકપ્રિયતા વધુ વધી ગઈ છે અને રોજ નવા નવા પ્રોજેક્ટ મળી રહ્યા છે. આમ તો રશ્મિકા મંદાના પહેલેથી જ ઘણી બૉલીવુડ ફિલ્મોમાં કામ કરી રહી છે, હવે તેની પાસે બીજી નવી હિન્દી ફિલ્મ આવી છે. રશ્મિકા હવે ફિલ્મ એનિમલમાં રણબીર કપૂર સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. તાજેતરના અહેવાલો અનુસાર, રશ્મિકા મંદાના એનિમલ ફિલ્મમાં રણબીર કપૂરની સાથે લીડ રોલમાં જોવા મળશે.
રશ્મિકા મંદાના રોલ માટે પરફેક્ટ છે
પિંકવિલાના રિપોર્ટ અનુસાર, રશ્મિકા મંદાનાને એનિમલમાં લીડ એક્ટ્રેસ તરીકે સાઈન કરવામાં આવી છે. પિંકવિલા દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, નિર્માતા ભૂષણ કુમાર અને સંદીપ રેડ્ડી વેગનનું માનવું છે કે ફિલ્મના કોન્સેપ્ટ અનુસાર, રશ્મિકા મંદાના રોલ માટે પરફેક્ટ છે. નિર્માતાઓ આ ફિલ્મમાં રણબીર સાથે કોઈ નવી હિરોઈનને કાસ્ટ કરવા માંગતા હતા, તેથી જ રશ્મિકાને સાઈન કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, એનિમલના નિર્માતાઓનું માનવું છે કે રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાની કેમેસ્ટ્રી ઘણી સારી રહેશે.
જો જો આ અંગે રિપોર્ટ્સનું માનીએ તો રશ્મિકા મંદાના પહેલા પરિણીતી ચોપરાને એનિમલમાં કાસ્ટ કરવાનું વિચાર્યું હતું. નિર્માતાઓએ અભિનેત્રીનો સંપર્ક પણ કર્યો હતો પરંતુ કેટલાક કારણોસર પરિણીતી ચોપરાએ ફિલ્મ છોડી દીધી હતી. હવે નવા અહેવાલો અનુસાર, પુષ્પામાં શ્રીવલ્લીના પાત્રમાં અદ્ભુત અભિનય કરનાર રશ્મિકા મંદાના રણબીર કપૂર સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.
એક રિપોર્ટ અનુસાર એનિમલનું શૂટિંગ જૂન મહિનામાં શરૂ થાય તેવી આશા છે. એનિમલ ફિલ્મને તેલુગુ ફિલ્મ ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા નિર્દેશિત કરવાના છે. આ ડાયરેક્ટરે કબીર સિંહ,અર્જુન રેડ્ડી જેવી હિટ ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.